Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : BRTS બસે અનેક લોકોને લીધા અડફેટે, 2ના મોતની આશંકા

સુરત શહેરમાં BRTS બની યમદૂત અકસ્માતમાં બે લોકોના મોત થયા હોવાની આશંકા BRTS બસે અનેક લોકોને લીધા અડફેટે BRTS બસ ચાલકે 8 જેટલી બાઇકોને લીધા અડફેટે કતારગામના ગજેરા સર્કલ પાસે સર્જાયો અકસ્માત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા સુરત શહેરમાં કતારગામ...
surat   brts બસે અનેક લોકોને લીધા અડફેટે  2ના મોતની આશંકા
Advertisement

સુરત શહેરમાં BRTS બની યમદૂત
અકસ્માતમાં બે લોકોના મોત થયા હોવાની આશંકા
BRTS બસે અનેક લોકોને લીધા અડફેટે
BRTS બસ ચાલકે 8 જેટલી બાઇકોને લીધા અડફેટે
કતારગામના ગજેરા સર્કલ પાસે સર્જાયો અકસ્માત
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા

સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં બેફામ બનેલા BRTS બસ ચાલકે અનેક લોકોને અડફેટે લેતાં 2 વ્યક્તિના મોતની આશંકા સેવાઇ રહી છે. સમગ્ર ઘટનાના પગલે વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો અને દોડધામ મચી ગઇ હતી.

Advertisement

Advertisement

કતારગામના ગજેરા સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો

BRTS બસ ચાલકે બેફામપણે ગફલતભરી રીતે બસ હંકારતાં અનેક લોકોને અડફેટે લીધા હોવાના સમાચાર છે. BRTS બસ ચાલકે 8 જેટલી બાઇકોને પણ અડફેટે લીધા હતા. કતારગામના ગજેરા સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

અનેક લોકો લોહીલુહાણ થઇ ગયા

સમગ્ર ઘટનામાં પ્રાથમિક રીતે ડ્રાઇવરની ભૂલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઘટનામાં અનેક લોકો લોહીલુહાણ થઇ ગયા હોવાનું પણ જાણવા મળે છે જેમને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો---દારૂની છૂટ મુદ્દે કોંગ્રેસ નેતા AMIT CHAVDA આકરા મુડમાં

Tags :
Advertisement

.

×