Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : અજાણી વ્યક્તિએ મોકલેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ, 2ના મોત

Sabarkantha : સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે અજાણી વ્યક્તિએ મોકલેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ થયો છે. આ બનાવમાં એક 11 વર્ષની બાળકી સાથે બે વ્યકતિના મોત થયા છે. અજાણી વ્યકતિએ મોકલેલી ચીજોથી સાવધ રહો  ચોંકાવનારો બનાવ સાબરકાંઠા જિલ્લામાં...
sabarkantha   અજાણી વ્યક્તિએ મોકલેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ  2ના મોત
Advertisement

Sabarkantha : સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે અજાણી વ્યક્તિએ મોકલેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ થયો છે. આ બનાવમાં એક 11 વર્ષની બાળકી સાથે બે વ્યકતિના મોત થયા છે.

Advertisement

અજાણી વ્યકતિએ મોકલેલી ચીજોથી સાવધ રહો

 ચોંકાવનારો બનાવ સાબરકાંઠા જિલ્લામાં બન્યો છે. મળેલી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે એક વ્યક્તિને અજાણી વ્યકતિએ પાર્સલ મોકલ્યું હતું.  જે પાર્સલ આજે તેમને મળ્યું હતું. એક રિક્ષા વાળો આ પાર્સલ આપી ગયો હોવાનું હાલ જાણવા મળે છે. પરિવારનું કહેવું છે કે તેમણે આવું કોઇ પાર્સલ મંગાવ્યું ન હતું તેવું ગ્રામજનો પાસેથી જાણવા મળે છે. જો કે પોલીસ વિવિધ એંગલ પર તપાસ કરી રહી છે કે સાચી હકિકત શું છે.

Advertisement

ઇલેકટ્રીક ચીજનું પાર્સલ ખોલતાં જ તેમાં બ્લાસ્ટ

જો કે ઇલેકટ્રીક ચીજનું પાર્સલ ખોલતાં જ તેમાંથી બ્લાસ્ટ થયો હતો. કોઇ સમજે તે પહેલાં જ પાર્સલમાં બ્લાસ્ટ થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો.

બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે 2 વ્યક્તિના મોત થયા

બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસનો 1 કિમીનો વિસ્તાર ધણધમી ઉઠ્યો હતો અને  2 વ્યક્તિના મોત થયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને ઇડર સારવાર માટે લઇ જવાયા બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા છે. મળતી માહિતી મુજબ બનાવમાં 11 વર્ષની બાળકી છાયા જીતુભાઇ વણજારા અને 30 વર્ષના જીતુભાઇ વણજારાનું મોત થયું છે. જ્યારે ભૂમિકા (ઉ.7)  સહિત ત્રણને ઇજા થઇ છે.

પોલીસે પણ ઉંડી તપાસ શરુ કરી

સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે પણ ઉંડી તપાસ શરુ કરી છે. કઇ ઇલેકટ્રીક ચીજ મંગાવાઇ હતી અને તેમાં એવું તે શું હતું કે બ્લાસ્ટ થયો તે વિશે હાલ કોઇ માહિતી મળી નથી.

આ પણ વાંચો----- VADODARA : નિંદ્રાધીન સસરાને જમાઇએ લાકડાના ફાચરા વડે લોહીલુહાણ કરી મુક્યા

આ પણ વાંચો------ PDEU : ઉદ્યોગપતિ Mukesh Ambani સુધી પહોંચનારા મહાઠગની ફરી ધરપકડ

આ પણ વાંચો----- Surat : ‘વાસ્તુદોષ દૂર કરાવા વિધિ કરવી પડશે, નહીંતર પતિ મરી જશે’ કહી ભૂવાએ પરિણીતા સાથે 4 વખત દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો----- BHARUCH : વેકેશનમાં નર્મદા ફરવા જતા લોકો ખાસ વાંચે, નહિ તો પસ્તાવું પડશે

Tags :
Advertisement

.

×