Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલ પાસેથી દારૂની 55000 બોટલ ઝડપાઈ, 70.40 લાખનો મુદ્દામાલ જપ્ત

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ નજીક નેશનલ હાઈવે પર ભોજપરા ગામ પાસે ભારત પેટ્રોલ પંપની સામે સર્વિસ રોડ પર ઉભેલો શંકાસ્પદ ટ્રકની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાંથી દારૂની 55,34,400ની બોટલો મળી આવી હતી. રૂ।.55,34,400ની કિંમતનો દારૂ અને રૂ।.55...
ગોંડલ પાસેથી દારૂની 55000 બોટલ ઝડપાઈ  70 40 લાખનો મુદ્દામાલ જપ્ત
Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ગોંડલ નજીક નેશનલ હાઈવે પર ભોજપરા ગામ પાસે ભારત પેટ્રોલ પંપની સામે સર્વિસ રોડ પર ઉભેલો શંકાસ્પદ ટ્રકની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાંથી દારૂની 55,34,400ની બોટલો મળી આવી હતી. રૂ।.55,34,400ની કિંમતનો દારૂ અને રૂ।.55 લાખની કિંમતનો ટ્રક તેમજ એક મોબાઈલ ફોન મળી રૂ।.70,40,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગોંડલ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

દારૂનો મોટો જથ્થો મળી આવ્યો

Advertisement

મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકા PSI જે.એમ.ઝાલાની રાહબરીમાં ASI મહીપાલસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ સોલંકી, શકિતસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હરેશભાઈ વાઘેલા, વગેરે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે ભોજપરા પાસે નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર રાત્રે 11.15 વાગ્યે એક શંકાસ્પદ ટ્રક ઉભો હતો. જેથી તેના ચાલકની પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગતા ટ્રક ચેક કરતા GJ12-AW 0431 નંબર હતા. તેમાં કાપડની ગાંસડીઓ ભરી હતી. આ ગાંસડી હટાવી જોતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રાજસ્થાનના બંન્ને સપ્લાયરની શોધખોળ હાથ ધરી

પોલીસે ટ્રક અને દારૂનો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક અશોક કુમાર ધર્મારામ માંજુ (ઉ.વ.20, રહે બાડમેર રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પુછપરછમાં જાણવા મળેલી કે રાજસ્થાનના સાંચોરના અશોક પુનમારામ બિશ્ર્નોઈ અને ઘેવરચંદ ભગીરથરામ બિશ્ર્નોઈએ મહારાષ્ટ્રના મનોર ગામેથી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. જે જૂનાગઢ ઉતારવાનો હતો. જૂનાગઢ પહોંચી સપ્લાયર જાણ કરવાના હતાં કે, કોને દારૂ આપવાનો છે જેથી દારૂ મંગાવનાર બુટલેગર કોણ? તે જાણવા પોલીસે રાજસ્થાનના બંન્ને સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat News : પરિવારના સભ્યોએ આપ્યો ઠપકો તો યુવકે કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી…

Tags :
Advertisement

.

×