Ahmedabad : વિશાલા સર્કલ પાસેથી હથિયારો સાથે 6 પકડાયા
અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ ( Ahmedabad) શહેરમાં વધુ એક વખત હથિયારનો જથ્થો ઝડપાયો છે. પોલીસ દ્વારા શહેરના વિશાલા સર્કલ નજીકથી હથિયારો સાથે 6 લોકોની ધરપકડ કરી છે અને 9 પિસ્ટલ અને 1 રિવોલ્વર કબજે કરી છે. 9 પિસ્તોલ, એક રિવોલ્વર,...
Advertisement
અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ
અમદાવાદ ( Ahmedabad) શહેરમાં વધુ એક વખત હથિયારનો જથ્થો ઝડપાયો છે. પોલીસ દ્વારા શહેરના વિશાલા સર્કલ નજીકથી હથિયારો સાથે 6 લોકોની ધરપકડ કરી છે અને 9 પિસ્ટલ અને 1 રિવોલ્વર કબજે કરી છે.
9 પિસ્તોલ, એક રિવોલ્વર, 61 કારતૂસ અને ત્રણ મેગેઝીન સહિતના હથિયારો મળી આવ્યા
અમદાવાદ શહેરમાં તહેવારો દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા ગત રાત્રીથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત સુધી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વિશાલા સર્કલ નજીક ઝોન-7 એલસીબીને 7 શખ્સો શંકાસ્પદ જણાયા હતા. જેમની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવતા તેમની પાસેથી 9 પિસ્તોલ, એક રિવોલ્વર, 61 કારતૂસ અને ત્રણ મેગેઝીન સહિતના હથિયારો મળી આવ્યા હતા. ઝોન 7 એલસીબીની ટીમ દ્વારા કુલ 2 લાખ 65 હજારનો મુદ્દમાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મોટાભાગના આરોપીઓ જમાલપુર વિસ્તારના
પોલીસ દ્વારા ઝડપવામાં આવેલા મોટાભાગના આરોપીઓ જમાલપુર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હથિયારો સાથે 6 શખ્સોની ધરપકડ કરી હતી, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. આરોપી દોઢ વર્ષ પહેલા આ હથિયાર લાવવામાં આવ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે.

પોલીસે વધુ તપાસ શરુ કરી
પકડાયેલા આરોપીમાં શાહનવાઝ શેખ, સમીર પઠાણ, ફરાન ખાન પઠાણ, ઉજેરખાન પઠાણ, ઝેદ ખાન પઠાણ, શાહરૂખ ખાન પઠાણ જેની પોલિસે ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તો વાસણા પોલિસે આર્મસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ હથિયારો આરોપીઓ ક્યાંથી લાવ્યા હતા અને તેમનો બદઇરાદો શું હતો સહિતની વિગતો મેળવવા માટે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


