Rajkot: શરદી ઉધરસ મટાડવા 10 માસની બાળકીને ગરમ સોયના ડામ અપાયા
રાજ્યમાં અવારનવાર અંધશ્રદ્ધાના કિસ્સા બહાર આવતા રહે છે ત્યારે રાજકોટ (Rajkot) માં વધુ એક અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટમાં 10 માસની બાળકીને શરદી ઉધરસ મટાડવા માટે સુરેન્દ્રનગરના વડગામના મંદિરે લઇ જવાતા શરદી ઉધરસ મટાડવા માટે મંદિરની મહિલાએ ગરમ...
Advertisement
રાજ્યમાં અવારનવાર અંધશ્રદ્ધાના કિસ્સા બહાર આવતા રહે છે ત્યારે રાજકોટ (Rajkot) માં વધુ એક અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટમાં 10 માસની બાળકીને શરદી ઉધરસ મટાડવા માટે સુરેન્દ્રનગરના વડગામના મંદિરે લઇ જવાતા શરદી ઉધરસ મટાડવા માટે મંદિરની મહિલાએ ગરમ સોયના ડામ આપ્યા હતા.જેનાથી બાળકીની હાલત ગંભીર બની છે.
બાળકીનો જીવ જોખમમાં મુક્યો
અંધશ્રદ્ધાના ડામે એક પરિવારે બાળકીનો જીવ જોખમમાં મુક્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે જેમાં શરદી-ઉધરસ મટાડવા બાળકીને સોયના ડામ આપવામાં આવ્યા છે. ગરમ સોયના ડામ આપતા બાળકીની હાલત ગંભીર છે જેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ છે.
વડગામમાં આવેલા મંદિરે લઇ જવાઇ
પ્રાપ્ત માહિતી મુજબ 10 માસની બાળકીને શરદી ઉધરસ થતાં તેને મટાડવા માટે તેને હોસ્પિટલમાં લઇ જવાના બદલે સુરેન્દ્રનગર ખાતેના વડગામમાં આવેલા મંદિરે લઇ જવાઇ હતી જ્યાં બાળકીને શખરી નામની મહિલાએ શરદી ઉધરસ મચાડવા માટે ગરમ સોયના ડામ આપ્યા હતા. બાળકીને પેટના ભાગે ડામ આપવામાં આવ્યા હતા. જો કે આમ છતાં બાળકી સ્વસ્થ ના થતાં આખરે તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ હતી.


