Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાલનપુર ન્યુ બસ પોર્ટ કેફેમાં તોડફોડ મામલે ક્રોસ ફરિયાદ દાખલ થઇ 

અહેવાલ - સચિન શેખલીયા,પાલનપુર પાલનપુરના ન્યુ બસ પોર્ટમા તલવાર અને પાઇપો વડે ચા કેફેમાં તોડફોડ કરવા મામલે કેફે ના માલિકે 14 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી જેમાં જેને આરોપી દર્શાવાયો છે તે યુવકે આ મામલે પાલનપુર તાલુકાના બે...
પાલનપુર ન્યુ બસ પોર્ટ કેફેમાં તોડફોડ મામલે ક્રોસ ફરિયાદ દાખલ થઇ 
Advertisement
અહેવાલ - સચિન શેખલીયા,પાલનપુર
પાલનપુરના ન્યુ બસ પોર્ટમા તલવાર અને પાઇપો વડે ચા કેફેમાં તોડફોડ કરવા મામલે કેફે ના માલિકે 14 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી જેમાં જેને આરોપી દર્શાવાયો છે તે યુવકે આ મામલે પાલનપુર તાલુકાના બે શખ્સો સામે ક્રોસ ફરિયાદ દાખલ કરાવી છે જેમાં ત્રણ મિત્રો બસ પોર્ટ પર ચા કેફે બહાર ચા પિતા હતા દરમ્યાન ચા નો કપ પડી જતાં છાંટા ઉડ્યા હતા જેને લઈને અહી બેઠેલા ત્રણ યુવકોએ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી કેફેમાંથી ધોકો લાવી તેમના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.
લાકડાના ધોકા વડે હુમલો
અમીરગઢ તાલુકાના ચેખલા ગામનો વીસ વર્ષીય યુવક શનિવારે કોઈ કામથી પાલનપુર આવ્યો હતો અને સવારના દશ વાગ્યાના સમયે ન્યુ બસ પોર્ટમાં આવેલ યામુસ્ટી ટી કાફે આગળ પોતાના મિત્રો દેવેન્દ્રસિંહ ડાભી  અને યુવરાજસિંહ ચોહાણ  સાથે ચા પીતા હતા. દરમિયાન ચા નો કપ નીચે પડી જતા બાજુમાં બેઠેલા પાલનપુર તાલુકામાં  લાલાવાડા ગામના દર્શિત રમેશભાઈ ચૌધરી અને મનીષ નરસંગભાઈ ચૌધરી તેમજ અન્ય એક પર ચાના છાંટા ઉડતા આ યુવકો ઉશ્કેરાઈ જઈ આ ત્રણ મિત્રોને અપશબ્દો બોલવા લાગતા આ યુવકોએ ગાળો બોલવાની ના પાડતા તેઓ કાફે માં પડેલ લાકડાનો ધોકો લાવી તેમને આડેધડ મારવા લાગ્યા હતા જેથી ત્રણેય મિત્રોને ઈજાઓ પહોંચી હતી. જોકે બનાવના પગલે લોકો આવી જતા આ યુવકોએ ત્રણ મિત્રોને પાલનપુર દેખાયા છો તો જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ઉજમ સિંહ ચૌહાણે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે પોલીસે બન્ને પક્ષે તપાસ હાથ ધરી છે
પહેલા હુમલો બાદમાં કેફેમાં તોડફોડ થઇ હોવાની ફરિયાદો નોધાઇ
બસ પોર્ટમાં ચા કેફેમાં તોડ ફોડ મામલે બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે જેમાં કેફે માલિકે તેમની કેફેમાં તલવાર અને પાઇપો વડે તોડ ફોડ કરી બે શખ્સોને ઈજાઓ કરી હોવા અંગે 14 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી જેની સામે અમીરગઢના ચેખલા ગામના યુવકે ચા કેફે પર ચાના છાંટા ઉડવા મામલે લાલાવાડા ના બે અને અન્ય એક યુવક દ્વારા તેમને ગાળો બોલો ધોકા વડે માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.
Tags :
Advertisement

.

×