Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Speculation : 42 મિનિટ સુધી રુપાલા સાથે શું વાત થઇ કે રુપાલાના તેવર બદલાયા

Speculation : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા ( Parshottam Rupala) એ આપેલા નિવેદન બાદ રાજ્યભરમાં ક્ષત્રિયોનો રોષ જોવા મળી રહ્યો છે અને ઠર ઠેર ધરણાં પ્રદર્શનો જોવા મળે છે. બીજી તરફ રુપાલા આજે સવારે દિલ્હીથી પરત ગાંધીનગર ખાતે પહોંચ્યા...
speculation   42 મિનિટ સુધી રુપાલા સાથે શું વાત થઇ કે રુપાલાના તેવર બદલાયા
Advertisement

Speculation : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા ( Parshottam Rupala) એ આપેલા નિવેદન બાદ રાજ્યભરમાં ક્ષત્રિયોનો રોષ જોવા મળી રહ્યો છે અને ઠર ઠેર ધરણાં પ્રદર્શનો જોવા મળે છે. બીજી તરફ રુપાલા આજે સવારે દિલ્હીથી પરત ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. બપોરે ચાર વાગ્યાના અરસામા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) અને ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકર રુપાલાના નિવાસસ્થાને પહોંચતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. 42 મિનિટ સુધી આ બંને મહત્વના નેતાઓ અને રુપાલા સાથે બંધ બારણે બેઠક ચાલી હતી. ત્યારે પરશોત્તમ રુપાલા મામલે ગમે ત્યારે મોટુ અપડેટ આવી શકે તેવી અટકળો (Speculation) ચાલી રહી છે. જો કે આ બેઠક બાદ રુપાલાના તેવર બદલાયેલા જોવા મળ્યા હતા.

Advertisement

ભાજપના ક્ષત્રિય નેતાઓએ પ્રદેશ મહામંત્રી રત્નાકરને રિપોર્ટ સોંપ્યો હતો

પરશોત્તમ રુપાલા દિલ્હીથી આજે સવારે જ ગાંધીનગર પહોંચ્યા છે. બીજી તરફ ભાજપના ક્ષત્રિય નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય આગેવાનોએ રુપાલાની ટિકિટની રદ કરવાની માગ પર અડગ રહ્યા હતા તેથી આ બેઠક બાદ ભાજપના ક્ષત્રિય નેતાઓ પ્રદેશ મહામંત્રી રત્નાકરને મળવા ગયા હતા અને તેમને બેઠકનો રિપોર્ટ સોંપ્યો હતો.

Advertisement

42 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજી

પરશોત્તમ રૂપાલા વિવાદમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. બપોરે સવા ચાર વાગ્યાના અરસામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી રત્નાકર રુપાલાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્રણેય નેતાઓએ 42 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજી હતી. પાંચ વાગ્યાના અરસામાં બંને નેતાઓ રુપાલાના નિવાસસ્થાનેથી બહાર નિકળ્યા હતા. ત્યારબાદ રુપાલા પણ રાજકોટ જવા રવાના થયા હતા.

મારા ઘેર માત્ર મળવા જ આવ્યા હતા

ત્યારબાદ પરશોત્તમ રુપાલાએ કહ્યું કે મારા ઘેર માત્ર મળવા જ આવ્યા હતા. મારો પ્રચાર ચાલુ જ છે.

ગમે ત્યારે પરશોત્તમ રૂપાલા મામલે મોટું અપડેટ આવી શકે

જો કે આ બેઠક બાદ એવી અટકળો થઇ રહી છે કે ગમે ત્યારે પરશોત્તમ રૂપાલા મામલે મોટું અપડેટ આવી શકે છે. ક્ષત્રિય સમાજે માફી ન આપતાં હવે શું થશે તેની જોરદાર ચર્ચા ચાલી રહી છે ત્યારે આ ત્રણેય નેતાઓ વચ્ચે શું ચર્ચા થઇ હશે તે વિશે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

આ પણ વાંચો----- રાજપૂત સમાજનો આરોપ, મોદી સમાજ વિરુદ્ધ બોલેલા રાહુલ ગાંધી ઉપર કાર્યવાહી થાય તો રૂપાલા સામે કેમ નહીં ?

આ પણ વાંચો------ ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનો મારા સમર્થનમાં : પરશોત્તમ રૂપાલા

Tags :
Advertisement

.

×