Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂરની પરિસ્થિતી વચ્ચે અમદાવાદ-મુંબઇ વચ્ચેની સંખ્યાબંધ ટ્રેનો રદ 

નર્મદા નદીમાં આવેલા ભયાનકપૂરના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળવાના કારણે સંખ્યાબંધ ટ્રેનોને કેન્સલ કરવાની રેલવે તંત્રને ફરજ પડી છે. ભારે વરસાદના પગલે દાહોદ નજીક લેન્ડ સ્લાઇડ થતાં રેલવે વિભાગે 11 સુપરફાસ્ટ ટ્રેન...
પૂરની પરિસ્થિતી વચ્ચે અમદાવાદ મુંબઇ વચ્ચેની સંખ્યાબંધ ટ્રેનો રદ 
Advertisement
નર્મદા નદીમાં આવેલા ભયાનકપૂરના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળવાના કારણે સંખ્યાબંધ ટ્રેનોને કેન્સલ કરવાની રેલવે તંત્રને ફરજ પડી છે. ભારે વરસાદના પગલે દાહોદ નજીક લેન્ડ સ્લાઇડ થતાં રેલવે વિભાગે 11 સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરી છે જ્યારે 9 ટ્રેનોને રદ કરાઇ છે.તથા 4 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઇ છે.

આ ટ્રેનો રદ કરાઇ
ભરુચ-અંકલેશ્વર ખાતે નર્મદા નદીના પૂરના કારણે રેલવે વિભાગે સંખ્યાબંધ ટ્રેનો રદ કરી છે . જે ટ્રેનો રદ કરાઇ છે તેમાં
અવંતિકા એક્સપ્રેસ, પટણા સુપર ફાસ્ટ, કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી એકસપ્રેસ, મુંબઇ અમદાવાદ ગુજરાત એકસપ્રેસ, મુંબઇ ગાંધીનગર વંદેભારત, વડોદરા વલસાડ ઇન્ટરસિટી, સુરત મહુવા સુપરફાસ્ટ, વડનગર વલસાડ ઇન્ટરસિટી , અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે.

Advertisement

નિયંત્રીત સ્પીડથી ટ્રેન વ્યવહાર શરુ
બીજી તરફ ગત રાત્રીએ નર્મદાનું પાણી ભરુચ અંકલેશ્વર બ્રિજને અડી જતાં રેલ વ્યવહાર બંધ કરી દેવાયો હતો પણ આજે સવારે અપ લાઇન પર 11.30 વાગે તથા ડાઉન લાઇન પર 12.28 વાગે પાણી ઉતરતાં નિયંત્રીત સ્પીડથી ટ્રેન વ્યવહાર શરુ કરાયો હોવાનું વેસ્ટર્ન રેલવેના ચીફપીઆરઓએ જણાવ્યું હતું.

Advertisement

મુસાફરો માટે વ્યવસ્થા કરાઇ 
રેલવે વિભાગે મુસાફરોને કોઇ અગવડતા ના પડે તે માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરી છે અને એનાઉન્સમેન્ટ દ્વારા તથા હેલ્પ લાઇન દ્વારા ટ્રેનોની સાચી જાણકારી અપાઇ રહી છે. આ ઉપરાંત રેલવે વિભાગ દ્વારા ઇટોલામાં મુસાફરો માટે વડોદરા અને સુરત તરફ જવા માટે 10 બસની વ્યવસ્થા કરાઇ હતી.

Tags :
Advertisement

.

×