Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA BJP : લો..હવે વડોદરામાં પણ શરુ થઇ મોકાણ

VADODARA BJP : વડોદરા લોકસભા બેઠક (VADODARA LOKSABHA SEAT) પર ભાજપે (BJP) ઉમેદવાર બદલીને ડો.હેમાંગ જોશીને ટિકિટ આપ્યા પછી પણ હજું ક્યાક અસંતોષ હોવાનું જોવા મળી રહ્યું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકો ડો.હેમાંગ જોશીનો વિરોધ કરી રહ્યા છે કારણ...
vadodara bjp   લો  હવે વડોદરામાં પણ શરુ થઇ મોકાણ
Advertisement

VADODARA BJP : વડોદરા લોકસભા બેઠક (VADODARA LOKSABHA SEAT) પર ભાજપે (BJP) ઉમેદવાર બદલીને ડો.હેમાંગ જોશીને ટિકિટ આપ્યા પછી પણ હજું ક્યાક અસંતોષ હોવાનું જોવા મળી રહ્યું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકો ડો.હેમાંગ જોશીનો વિરોધ કરી રહ્યા છે કારણ કે વોટ્સપચેટમાં કેતન ઇનામદારના સમર્થકોએ ઉમેદવાર સામે રોષ પ્રગટ કર્યો છે. ભાદરવાના કાર્યકરોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે આજે જ ડો.હેમાંગ જોશી ધારાસભ્ય કેતન ઇનામદારને મળ્યા હતા.

અગાઉ રંજનબેનના નામનો વિરોધ થયો

વડોદરામાં અગાઉ સતત 2 ટર્મ સાંસદ રહેલા રંજન ભટ્ટનું નામ જાહેર થયું હતું પરંતુ ત્યારબાદ ભાજપના વરિષ્ઠ નેતા અને હાલ સસ્પેન્ડ કરાયેલા જ્યોતિ પંડ્યાએ તેમની વિરુદ્ધ અસંતોષ પ્રગટ કર્યો હતો. ત્યારબાદ રંજન ભટ્ટની વિરુદ્ધમાં વડોદરામાં બેનર પણ લાગ્યા હતા અને પ્રચારના આઠ દિવસ પછી રંજન ભટ્ટે અચાનક જ સોશિયલ મીડિયામાં ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. ત્યારબાદ ભાજપ મોવડીમંડળે ડો.હેમાંગ જોશીનું નામ જાહેર કર્યું હતું. એબીવીપીના કાર્યકર રહેલા ડો. જોશી નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ઉપાધ્યક્ષ છે.

Advertisement

Advertisement

સાવલી વિધાનસભા મતવિસ્તારમાં હેમાંગ જોશી સામે વિરોધ વંટોળ

જો કે હવે વડોદરા બેઠક પર ડો.હેમાંગ જોશીનું નામ જાહેર થતાં જ સાવલી વિધાનસભા મતવિસ્તારમાં હેમાંગ જોશી સામે વિરોધ વંટોળ શરુ થયો છે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અડધી રાત્રે અંતરઆત્માના અવાજને અનુસરી રાજીનામું આપી દીધું હતું. જો કે બીજા દિવસે પ્રદેશ હાઇકમાન્ડ સાથેની બેઠક બાદ તેમણે રાજીનામું પરત ખેંચ્યું હતું

હેમાંગ જોશીનો વિરોધ કરતી વોટસએપ ચેટ વાયરલ

હવે સાવલી વિધાનસભા મતવિસ્તારમાં જ ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી સામે વિરોધ વંટોળ શરુ થયો છે. હેમાંગ જોશીનો વિરોધ કરતી વોટસએપ ચેટ વાયરલ થઇ છે. 'I SUPPORT KETAN BHAI' નામના વોટ્સઅપ ગ્રૂપમાં આ ચેટ વાયરલ થઇ છે જેમાં
ડૉ. હેમાંગ જોશીના નામ સામે વિરોધ જોવા મળી રહ્યો છે. કેતન ઈનામદારના સમર્થકોમાં ડૉ હેમાંગ જોશીનો વિરોધ જોવા મળી રહ્યો છે. કેતન ઈનામદારના સમર્થકોએ વોટ્સેપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો છે અને લખ્યું છે કે "આ ભાઈએ સાવલી જોયું છે ખરું ? અહી ફક્ત કેતન ભાઈ જ ચાલે" ભાજપને મત કેતનભાઈ ને કારણે મળે છે. એમ પણ કેતન ભાઈ ક્યાં ચૂંટણી લડે છે ? તેવી ચેટ વાયરલ થઇ છે.

સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ

ઉલ્લેખનિય છે કે આજે સવારથી જ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરીને હિંમતનગર કમલમ ખાતે ભારે પ્રદર્શન કર્યું હતું,

આ પણ વાંચો----- લોકસભા ચૂંટણી પૂર્વે જાણો ક્યાં શરૂ થઈ Poster War

આ પણ વાંચો---- BJP : સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો ઉગ્ર વિરોધ, ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા કરાઇ માંગ

Tags :
Advertisement

.

×