Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : વેપારીએ ઓનલાઇન સામગ્રી મંગાવતા પથ્થર નિકળ્યો

અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ   ઓનલાઇન ખરીદી કરતા હોય તો ચેતજો નીકળશે પથ્થર.. ભરૂચ તાલુકાના મનુબર ગામના વેપારીને ઓનલાઈન ઇલેક્ટ્રિક સામગ્રી મંગાવી મોંઘી પડી દિવાળીને લઈ ઇલેક્ટ્રોનિક રંગબેરંગી લાઇટિંગ સ્વીચ બોર્ડ સહિતની સામગ્રીઓનો ઓર્ડર કરતા પાર્સલમાં આવ્યા પથ્થર.. પાર્સલમાંથી અન્ય...
bharuch   વેપારીએ ઓનલાઇન સામગ્રી મંગાવતા પથ્થર નિકળ્યો
Advertisement
અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ
 
ઓનલાઇન ખરીદી કરતા હોય તો ચેતજો નીકળશે પથ્થર..
ભરૂચ તાલુકાના મનુબર ગામના વેપારીને ઓનલાઈન ઇલેક્ટ્રિક સામગ્રી મંગાવી મોંઘી પડી
દિવાળીને લઈ ઇલેક્ટ્રોનિક રંગબેરંગી લાઇટિંગ સ્વીચ બોર્ડ સહિતની સામગ્રીઓનો ઓર્ડર કરતા પાર્સલમાં આવ્યા પથ્થર..
પાર્સલમાંથી અન્ય સામગ્રી નીકળતી હોવાની શંકાના આધારે વેપારીએ પાર્સલ તોડતો વિડીયો પણ બનાવ્યો
રૂરલ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદની કવાયત
ભરૂચ જિલ્લાના મનુબર ગામના ઈલેક્ટ્રીકની દુકાનના વેપારીને ઓનલાઇન ઇલેકટ્રીક સામગ્રી મંગાવવી મોંઘી પડી છે. વેપારીએ ઇલેકટ્રોનિક રંગબેરંગી લાઇટિંગ સ્વીચ બોર્ડ સહિતની સામગ્રીઓ ઓનલાઇન મંગાવી હતી પણ આ પાર્સલમાં પથ્થર આવ્યા છે. વેપારીએ પાર્સલ તોડતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
ઓનલાઇન પાર્સલ મંગાવ્યું હતું
ભરૂચના મનુબર ગામના ઇલેક્ટ્રિશિયન વેપારી સાજીદ અબ્દુલ પટેલે દિવાળીના તહેવારોને લઈ ઘર આંગણે અજવાળું ફેલાવતી રંગબેરંગી લાઇટિંગની સીરીઝ સ્વિચ બોર્ડ સહીતની સામગ્રીઓનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો અને તેના ઓર્ડર મુજબ બિલ રૂપિયા 5240 થયું હતું પોસ્ટ મારફતે પોસ્ટ મેન પાર્સલ લઈને આવ્યો હતો અને વેપારીએ 5240 પોસ્ટમેનને આપી પોતાનું પાર્સલ મેળવ્યું હતું.
વેપારીએ વિડીયો ઉતારતાં પથ્થર નિકળ્યો
પાર્સલ ખોલતી વેળા વેપારીએ પોતાના મોબાઈલમાં વિડીયો ચાલુ રાખ્યો હતો અને અને પાર્સલમાંથી ઇલેક્ટ્રિશિયન સામગ્રીઓ તો નહીં પરંતુ પથ્થર અને અન્ય બિન ઉપયોગી કોટન (રૂ) જેવી સામગ્રી સામગ્રીઓ નીકળી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. વેપારી પોતે 5,240 નો છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવું ફલિત થયું હતું જેના પગલે તેઓએ નજીકના પોલીસ મથકે ફરિયાદની કવાયત કરી હતી
વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ 
ઘણી વખત ઓનલાઇન ખરીદીના પાર્સલમાંથી નીકળતી સામગ્રીઓ જોઈ ગ્રાહકો અચંબામાં મુકાઈ જતા હોય છે અને છેતરપિંડીનો ભોગ બન્યા બાદ પણ મેદાનમાં આવતા નથી પરંતુ આ વેપારી ભોગ બન્યા બાદ દિવાળીના તહેવારમાં અન્ય નિર્દોષ લોકો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે તેઓએ ઓનલાઇન ખરીદી કરતા ચેતવાની ચીમકી સાથે પોતે બનાવેલો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહ્યા છે.
Tags :
Advertisement

.

×