Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રદ્ધા ,સાધના અને સિદ્ધિનો અનુપમ ત્રિકોણ એટલે શેત્રુંજય તીર્થની 99 યાત્રા

અહેવાલ - કુણાલ બારડ, ભાવનગર તીર્થોનો રાજા તીર્થાજીરાજ શ્રી શેત્રુંજીતીર્થ છે આવા ગીરીરાજ શેત્રુંજય પર શ્રી આદિનાથ પ્રભુ ૯૯ પૂર્વ વાર પધાર્યા છે.તે ગીરીરાજ ઉપર 99 યાત્રાનું મહત્વ હોય છે.આ નવ્વાણું યાત્રા માટે ભારતભરમાંથી ૧૬૦૦ થી વધુ યુવાનો યુવતીઓ સાધુ-સાધ્વીજી...
શ્રદ્ધા  સાધના અને સિદ્ધિનો અનુપમ ત્રિકોણ એટલે શેત્રુંજય તીર્થની 99 યાત્રા
Advertisement

અહેવાલ - કુણાલ બારડ, ભાવનગર

તીર્થોનો રાજા તીર્થાજીરાજ શ્રી શેત્રુંજીતીર્થ છે આવા ગીરીરાજ શેત્રુંજય પર શ્રી આદિનાથ પ્રભુ ૯૯ પૂર્વ વાર પધાર્યા છે.તે ગીરીરાજ ઉપર 99 યાત્રાનું મહત્વ હોય છે.આ નવ્વાણું યાત્રા માટે ભારતભરમાંથી ૧૬૦૦ થી વધુ યુવાનો યુવતીઓ સાધુ-સાધ્વીજી તેમજ આચાર્ય ભગવંતો ની નિશ્રામાં ઉગ્રતપસ્યા કરી ને ભવોભવનું ભાથું બાંધી રહ્યા છે.

Advertisement

150 કરતા વધુ NRI યાત્રિકો જોડાયા

Advertisement

આ વર્ષે એનઆરઆઈ જૈનો દ્વારા પણ નવ્વાણું યાત્રા થઈ રહી છે જેમાં 150 કરતા વધુ NRI યાત્રિકો જોડાયા છે. યાત્રા દરમિયાન બાર ગાવ યાત્રા, મહેદી રસમ,માલ ચડાવવા,યાત્રિકો અને કાર્યકરોનું બહુમાન તેમજ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

યાત્રા કરી યાત્રિકો ધર્મશાળામાં પરત ફરે છે

પ.પુ.આચાર્ય ભગવંતોની, સાધુ-સાધ્વીજી નિશ્રામાં પાલીતાણામાં જંબુદ્વિપ, સમદડી, જાલોર, મેવાડ ,દાત્રાલ સહીત જગ્યા એ યાત્રાના યાત્રિકો રોકાયા છે અને વહેલી સવારે ચાર વાગ્યે આ યાત્રાનો પ્રારંભ કરી 10થી 12 વાગ્યા સુધીમાં યાત્રા કરી યાત્રિકો ધર્મશાળામાં પરત ફરે છે.

50 ટકા જેટલા બાળક-બાળકીઓ હોય છે

આ 1500 યાત્રિકોની સંખ્યામાં 50 ટકા જેટલા 15 થી 18 વર્ષના બાળક-બાલિકાઓ હોય છે. વેકેશનમાં હરવા-ફરવાનું છોડીને આ કોન્વેન્ટનું કલ્ચર છોડીને પોતાનાના આત્મા માટે આ 99 યાત્રા ભાવપૂર્વક કરી રહ્યા છે.

પોતાનું કલ્ચર છોડીને 99 યાત્રામાં જોડાયા

આ યાત્રામાં જોડાયેલ બાળકો એવા પણ છે કે જે કોઈ દિવસ એસી વગર રહ્યા નથી. અને કારની નીચે પગ મુક્યો નથી,એસી સ્કુલમાં જ ભણ્યા છે આવા બાળકો પણ પોતાનું કલ્ચર છોડીને 99 યાત્રામાં જોડાયા છે.

નાના બાળકો પર ઉગ્ર તપસ્યા સાથે યાત્રા

યાત્રા દરમિયાન સળંગ નકોડા ઉપવાસ એટલે કે છઠ્ઠનું ઉગ્ર તપ કરી સાથે ગીરીરાજની 7 યાત્રા કરીને કર્મનિર્જરા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં નાના બાળકો પર ઉગ્ર તપસ્યા સાથે યાત્રા કરી રહ્યા છે.

બાળક ધરમવીર બારૈયા એ 117 યાત્રા પૂર્ણ કરી

જેમાં પાંચ વર્ષનો ધરમ શાહે 99 યાત્રા પૂરી કરી નાખી છે. તેમજ અને જૈનેતર બાળક ધરમવીર બારૈયા એ 117 યાત્રા પૂર્ણ કરી છે. તેને જણવ્યું હતું કે પ્રબોધદાદા નો વાસસ્કેપ પડતા તેને યાત્રા કરવા માટે બળ મળ્યું અને યાત્રા પૂર્ણ કરી છે.

ભગવાન આદેશ્વરે આ યાત્રાનો પ્રારંભ કર્યો

નવાણું યાત્રા મોક્ષ માટેનો સીધો રસ્તો છે.ભગવાન આદેશ્વરે આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આપણા આત્માને કર્મથી હળવો કરવા માટે આ યાત્રા કરનારને મોક્ષની બારીઓ ખુલે છે. આ યાત્રા કરતા કરતા યાત્રિકો 12500 જેટલી પ્રદીક્ષણા તેમજ 1008 અભિષેક સહિતની ક્રિયાઓ કરવામાં આવે છે.

45 દિવસમાં 99 યાત્રા સંપન્ન કરે છે

યાત્રિકો દ્વારા રોજની બે કે વધુ યાત્રાઓ કરવામાં આવે છે અને 45 દિવસમાં 99 યાત્રા સંપન્ન કરે છે. પરંતુ હકીક્ક્તમાં તેઓ એ 108 યાત્રા કરવાની હોય છે.

શેત્રુંજય તીર્થની 99 યાત્રા કરવામાં આવે છે

આ યાત્રામાં યાત્રિકો દ્વારા ચાંદીની લગડી પગથીયે-પગથીયે મુકીને પણ યાત્રા કરવામાં આવે છે. યાત્રા પૂર્ણ કરીને યાત્રિકો નીચે આવે ત્યારે દાતા પરિવાર તરફથી એમના માટે સુંદર મજાના એકાસણાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને તેમની વૈયાવચ્ચ કરવા સ્વયંસેવકો ખડેપગે હાજર રહે છે.આમ શ્રદ્ધા ,સાધના અને સિદ્ધિનો એક અનુપમ ત્રિકોણ એટલે શેત્રુંજય તીર્થની 99 યાત્રા કરવામાં આવે છે.

આ પણ વાંચો - રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો

Tags :
Advertisement

.

×