Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot નો યુવાન દક્ષિણ આફ્રિકામાં છેલ્લા એક મહિનાથી છે બંધક, પરિવારમાં...

Rajkot: દક્ષિણ આફ્રિકામાં રાજકોટ (Rajkot)ના એક યુવાનને છેલ્લા એક મહિનાથી બંધક બનાવાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે આ યુવાન લોધિકાના શખ્સની કંપનીમાં એકાઉન્ટર તરીકે નોકરી કરતો હતો, ત્યાંજ તેને બંધક બનાવવામાં આવ્યો છે. મૂળ વાત છે કે,...
rajkot નો યુવાન દક્ષિણ આફ્રિકામાં છેલ્લા એક મહિનાથી છે બંધક  પરિવારમાં
Advertisement

Rajkot: દક્ષિણ આફ્રિકામાં રાજકોટ (Rajkot)ના એક યુવાનને છેલ્લા એક મહિનાથી બંધક બનાવાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે આ યુવાન લોધિકાના શખ્સની કંપનીમાં એકાઉન્ટર તરીકે નોકરી કરતો હતો, ત્યાંજ તેને બંધક બનાવવામાં આવ્યો છે. મૂળ વાત છે કે, રાજકોટ (Rajkot)ના આ યુવાન ઉપર કંપની વાળાએ ચોરીનો આરોપ લગાવ્યો છે, નોંધનીય છે કે, ચોરીનો આરોપી લગાવીને પરિવારજનો પાસે રૂપિયા 22 લાખ 50 હજારની માંગણી કરવામાં આવી છે.

પરિવારજનો અત્યારે ભારે ચિંતાના માહોલમાં

ઉલ્લેખનીય છે કે, પરિવાર દ્વારા પોતાના પુત્રને છોડાવવા માટે ભારતીય એમ્બેસીમાં રજૂઆત પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, રજૂઆત કરવા છતાં પણ તે યુવકને મુક્ત નથી કરવામાં આવ્યો નથી. જેના કારણે અત્યારે પરિવારમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી જાણકારી પ્રમાણે દક્ષિણ આફ્રિકા (South Africa)ના કિનસાસા વિસ્તાર (Kinshasa area)ની ઘટના હોવાનું સામે આવ્યું છે.

Advertisement

નોકરી અર્થે જવું રાજકોટના યુવાનને ભારે પડ્યું

મળતી વિગતો પ્રમાણે રાજકોટ (Rajkot)ના વાવડી વિસ્તારમાં રહેતો જય દિનેશભાઈ કારિયા નામનો યુવક દક્ષિણ આફ્રિકામાં નોકરી અર્થે ગયો છે. નોંધનીય છે કે, અહીં તેના પર ચોરીનો આરોપ લગાવીને તેને બંધક બનાવી દેવામાં આવ્યો છે. અત્યારે આ બંધક યુવાનો વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે, પોતાના પુત્રને બંધક બનાવેલી હાલતમાં જોઈને પરિવાર ભારે ચિંતિત થયેલો છે.

Advertisement

યુવાને સાઉથ આફ્રિકાથી વીડિયો કોલ દ્વારા વાત કરી

ઉલ્લેખનીય છે કે, પરિવારના લોકો સાથે યુવાને સાઉથ આફ્રિકાથી વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. વીડિયો કોલમાં યુવાને પોતાના પરિવારને પોતાની હાલત જણાવી હતી. આ દરમિયાન યુવાને એવું પણ કહ્યું કે, ‘હવે મને ભૂલી જજો. મારી પાછળ હવે એક પણ રૂપિયો ખર્ચ ના કરતા.’ જોકે પરિવારે અત્યારે ભારતીય એમ્બેસીમાં વાત કરી છે, તેમ છતાં યુવાનને છોડવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: Kheda: વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ખાઈ રહી છે ધૂળ! આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદરકારી?

આ પણ વાંચો: Bharuch: એક ખોટી પોસ્ટે હજારો ગ્રામજનોને ભયમાં મૂક્યા, જાણો શું હતો મેસેજ…

આ પણ વાંચો: Gujarat: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી કાર્યકર્તાને ધમકી!

Tags :
Advertisement

.

×