Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઘટસ્ફોટ: તથ્યએ ગાંધીનગરમાં પણ સર્જ્યો હતો અકસ્માત

પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો તથ્યકાંડમાં પોલીસે ખોલ્યા અનેક રાજ તથ્યએ ગાંધીનગરમાં પણ સર્જ્યો હતો અકસ્માત શું અકસ્માત સર્જવા જ તથ્ય કાર ડ્રાઇવ કરતો? આવા કેટલા અકસ્માત તથ્યના નામે છે? તથ્યના કરતૂતની રોજ એક પોલ ખૂલી રહી છે તથ્યના...
ઘટસ્ફોટ  તથ્યએ ગાંધીનગરમાં પણ સર્જ્યો હતો અકસ્માત
Advertisement
  • પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો
  • તથ્યકાંડમાં પોલીસે ખોલ્યા અનેક રાજ
  • તથ્યએ ગાંધીનગરમાં પણ સર્જ્યો હતો અકસ્માત
  • શું અકસ્માત સર્જવા જ તથ્ય કાર ડ્રાઇવ કરતો?
  • આવા કેટલા અકસ્માત તથ્યના નામે છે?
  • તથ્યના કરતૂતની રોજ એક પોલ ખૂલી રહી છે
  • તથ્યના નામે કેટલા અકસ્માતોની વણઝાર?
  • સિંધુ ભવન રોડ પર થયેલા અકસ્માતમાં લાગી હતી શરત
  • તથ્ય અને ટોળકી વચ્ચે જોખમી રીતે થાર ચલાવાની શરત લાગી હતી
અમદાવાદ (Ahmedabad)ના ઇસ્કોન બ્રિજ અકસ્માત (ISKCON Bridge Accident) કેસના આરોપી તથ્ય પટેલે (Tathya Patel) ગાંધીનગર (Gandhinagar) માં પણ અકસ્માત સર્જ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ઇસ્કોન બ્રિજ પર 141.27 કિમીની ઝડપે જેગુઆર કાર હંકારનારા તથ્ય પટેલે 10 નિર્દોષના જીવ લીધા હતા. તથ્યએ એ 15 દિવસ પહેલા સિંધુ ભવન રોડ પર પણ બેફામપણે થાર કાર ચલાવીને થારને કાફેમાં ઘુસાડીને અકસ્માત કર્યો હતો. બીજી તરફ સિંધુ ભવન રોડ પર કાફેમાં થાર કાર ઘુસાડવાના અકસ્માતમાં ઘટસ્ફોટ થયો હતો કે તે દિવસે પણ તથ્ય અને તેની ટોળકી વચ્ચે જોખમી રીતે થાર ચલાવાની શરત લાગી હતી. દરમિયાન આજે રિમાન્ડ પૂર્ણ થતાં તથ્યને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
નબીરા તથ્ય પટેલ અવાર નવાર અકસ્માતો સર્જતો હોવાનો પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ટ્રાફિક જેસીપી નરેન્દ્ર ચૌધરીએ સોમવારે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી તથ્ય પટેલે ગાંધીનગરમાં પણ અકસ્માત કરેલો છે. તેમણે એમ પણ કહ્યું કે અકસ્માત કેસની તપાસ માટે એક ટીમ બનાવાઇ છે અને એફએસએલ દ્વારા તપાસ કરીને સ્પીડ સહિતના પુરાવા એકત્ર કરાયા છે. સમગ્ર બનાવમાં 17 લોકોને સાક્ષી બનાવાયા છે. તેમણે વધુમાં કહ્યું કે ગાડીની લાઇટ દિવસના પ્રકાશ મુજબની હતી અને ગાડીની સ્પીડ 141.27 કિમી પ્રતિ કલાક હતી. ડીએનએના સેમ્પલ કાલે આવશે તેમ જણાવતા કહ્યું કે તથ્ય સાથેના લોકોને સાક્ષી બનાવામાં આવ્યા છે. ચાર્જશીટની કામગિરી હાલ ચાલી રહી છે. થાર ગાડી તથ્યના દાદા હર્ષદ પટેલના નામે હોવાનું તેમણે જણાવ્યું હતું.
શું અકસ્માત સર્જવા જ તથ્ય કાર ડ્રાઇવ કરતો?
સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે શું અકસ્માત સર્જવા જ તથ્ય કાર ડ્રાઇવ કરતો? તથ્યના નામે હજું આવા કેટલા અકસ્માતો નોંધાયેલા છે. પોલીસ તપાસમાં રોજે રોજ તથ્ય પટેલના કરતૂતોની પોલ ખુલી રહી છે ત્યારે પ્રશ્ન સ્વાભાવિક થાય છે કે  તથ્યના નામે કેટલા અકસ્માતોની વણઝાર છે.
Tags :
Advertisement

.

×