Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ : ઓઢવમાં સુસાઇડ નોટ લખી શિક્ષકનો આપઘાત, 3 વ્યાજખોરે રૂ.14 લાખ વ્યાજ પડાવ્યું છતાં...

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 27 વર્ષના સુબ્રતોપાલ નામના યુવકે આજે વહેલી સવારે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાત કરનાર સુબ્રતોપાલ ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કરતો હતો. પરિવારજનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. જયારે...
અમદાવાદ   ઓઢવમાં સુસાઇડ નોટ લખી શિક્ષકનો આપઘાત  3 વ્યાજખોરે રૂ 14 લાખ વ્યાજ પડાવ્યું છતાં
Advertisement

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 27 વર્ષના સુબ્રતોપાલ નામના યુવકે આજે વહેલી સવારે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાત કરનાર સુબ્રતોપાલ ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કરતો હતો. પરિવારજનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. જયારે પોલીસે સ્યુસાઇડ નોટના આધારે યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા, અમનસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક શિક્ષકના મોટાભાઇ સુભનાકર પાલે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે પાંચ લાખ જેટલી રકમ 2 લોકો પાસે લીધી હતી. જેમાં જે ફાયદો થાય તેની 50% હિસ્સેદારી ત્રણ લોકોને આપવાનું નક્કી થયું હતું .જોકે ધાર્યા પ્રમાણે તેમાં ફાયદો ન થતા મૃતકનો ભાઈ રકમ પરત આપી શક્યો નહતો. જેથી આરોપીઓ દ્વારા દબાણ કરીને પૈસાની ઉઘરાણી કરતા કંટાળીને શિક્ષકે આપઘાત કર્યો છે. મૃતકના મોટા ભાઈનું કહેવું છે કે, છેલ્લા 1 મહિનાથી પરિવારના લોકોને ઘરે આવીને હેરાન પરેશાન કરતા હતા.

Advertisement

પરિવાર પાસેથી મળતી માહિતી અનુસાર અને સાથે ACP કૃણાલ દેસાઈના જણાવ્યા અનુસાર આપઘાત કરનાર શિક્ષકને પૈસાની લેવડદેવડ બાબતે કોઈપણ લેવાદેવા હતા નહીં ! કેમકે પૈસાની લેવડદેવડ તેના મોટા ભાઈ સુભાનકર પાલે કરી હતી. યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા નામના વ્યક્તિ જ્યારે મૃતકના ભાઈ પૈસાની માંગણી કરતા જેને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જેમાં પૈસા વ્યાજે લીધા હોય તેનો કોઈ ઉલ્લેખ હતો નહીં !

Advertisement

વ્યાજખોરના ઉઘરાણી કારણે મૃતકના ભાઈ સુભાનકરે પણ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે કોઈ કડક કાર્યવાહી નહીં કરી હતી. તમને જણાવી દઈએ કે, આરોપીઓ 5 લાખના બદલામાં 14 લાખની ઉઘરાણી કરતા હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘટના સ્થળે મળી આવેલી સુસાઇડ નોટને લઈને પણ પોલીસને શંકા છે કે કોઈ શિક્ષકના અક્ષર આવા કેમ હોઈ શકે ! જેથી સુસાઇડ નોટ ને FSLમાં તપાસ માટે મોકલવામાં આવી છે.

શહેરમાં વ્યાજખોરના કારણે ફરી એક નિર્દોષનું મોત નીપજ્યું. છે. આરોપીઓ ઘર પચાવવા હુમલો કરતા હોવાના આરોપો પરિવારે લગાવ્યા હતા. ત્યારે આ આપઘાત કેસમાં 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ : પ્રદીપ કચીયા, અમદાવાદ

આ પણ વાંચો : સિદ્ધપુર સરકારી હોસ્પિટલની દયનીય સ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી

Tags :
Advertisement

.

×