Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વધુ એક પરિણીતાનો આત્મહત્યા કરવાનો પ્રયાસ, ઊંઘની ગોળીઓ ખાઈ રિવરફ્રન્ટ પરથી ઝંપલાવ્યું

અમદાવાદ શહેરના પાલડી રિવરફ્રન્ટ પરથી ગત શુક્રવારે સાંજના સમયે એક પરિણીતાએ નદીમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે રીવરફ્રન્ટ પર પાર્ક ક્રુઝના સ્ટાફે સમય સુચકતા વાપરીને તેને બચાવી લીધી હતી. આ અંગે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે જરૂરી તપાસ શરૂ કરી...
ahmedabad   વધુ એક પરિણીતાનો આત્મહત્યા કરવાનો પ્રયાસ  ઊંઘની ગોળીઓ ખાઈ રિવરફ્રન્ટ પરથી ઝંપલાવ્યું
Advertisement

અમદાવાદ શહેરના પાલડી રિવરફ્રન્ટ પરથી ગત શુક્રવારે સાંજના સમયે એક પરિણીતાએ નદીમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે રીવરફ્રન્ટ પર પાર્ક ક્રુઝના સ્ટાફે સમય સુચકતા વાપરીને તેને બચાવી લીધી હતી. આ અંગે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે જરૂરી તપાસ શરૂ કરી છે. તેની પુછપરછ કરતા તેનું નામ શહેમનીના હોવાનું જાણવા મળ્યું હતું. તેણે આ પગલું ભરતા પહેલા તેણે એક વિડીયો બનાવીને તેના પતિ ફારૂક અંસારીને મોકલ્યો હતો. તે પછી આ વિડીયો અંગે તેની માતા યાસ્મીનબાનુંને પણ જાણ થઇ હતી.

મળતી જાણકારી અનુસાર, પાલડી રિવરફ્રન્ટ પરથી શુક્રવારે સાંજના સમયે એક 28 વર્ષીય પરિણીતાએ અચાનક ઝંપલાવ્યું હતું. તેણે પાણીમાં કુદતા પહેલા એક વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં તેના પતિ અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સબધો અને સાસરિયાઓનો ત્રાસ હોવાનું જણાવીને વિડીયા તેના પતિને પણ મોકલ્યો હતો. અને એવું પણ જાણવા મળ્યું છે કે, કુદકો મારતા પહેલા તેણે ઉંઘની ગોળીઓ પણ લીધી હતી.

Advertisement

મહત્વનું છે કે, જ્યારે પરિણીતાએ ઝંપલાવ્યું ત્યારે ક્રુઝનો સ્ટાફ હાજર હતો અને એકપણ ક્ષણનો વિચાર કર્યા વિના જ પાણીમાં કુદીને સ્ટાફે પરિણીતાને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ મોકલી આપતા જીવ બચ્યો હતો. તિના ત્રાસથી કંટાળીને તેણે ઉંઘની ગોળીને ખાઇને વિડીયો બનાવીને નદીમાં ઝંપલાવ્યું હતું. સદનસીબે પરિણીતાને બચાવી લેતા બીજો આયેશા કેસ બનતા અટક્યો હતો.ઉલ્લેખનીય છે કે ગત ફેબુ્રઆરી ૨૦૨૧માં આયેશા નામની પરિણીતાએ વિડીયો બનાવીને નદીમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. જે કેસમાં તેના પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement

હેમીનાનું પિયર જુહાપુરામાં આવેલું છે અને તેની સાસરી દાણીલીમડામાં છે. તેણે વિડીયોમાં તેના પતિ વિરૂદ્વ ગંભીર આક્ષેપ કર્યા હતા. જેમાં તેના સંબધો અને પરિણીતાઓ સાથે હતા. એટલુ જ નહી તે શહેમીનાના વિડીયો બનાવીને તેને બદનામ કરવાની ધમકી આપીને અન્ય યુવકો સાથે સંબધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ મુક્યો હતો.

આ પણ વાંચો : Surat : સુરતમાં પાર્કિંગ મુદ્દે ઝઘડો થતા 5 શખ્સોએ બે સગાભાઈઓને છરીથી રહેંસી નાખ્યા, પોલીસે કરી અટકાયત

Tags :
Advertisement

.

×