Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Civil : માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો

અહેવાલ - સંજય જોશી, અમદાવાદ Ahmedabad Civil માં ફરી એક વખત રાજ્યના માતા-પિતાઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાથી રાજ્યના માતા-પિતાએ પોતાના બાળકોની ચિંતા કરવાની ખૂબ જ જરૂર છે. પ્રિન્સ ખાંટના માત્ર 10 મહિનાનું બાળક કે જે...
ahmedabad civil   માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો
Advertisement

અહેવાલ - સંજય જોશી, અમદાવાદ

Ahmedabad Civil માં ફરી એક વખત રાજ્યના માતા-પિતાઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાથી રાજ્યના માતા-પિતાએ પોતાના બાળકોની ચિંતા કરવાની ખૂબ જ જરૂર છે. પ્રિન્સ ખાંટના માત્ર 10 મહિનાનું બાળક કે જે અરવલ્લી જીલ્લાના શંભુ ખાંટનું એક માત્ર બાળક છે , થોડા દિવસ પહેંલા સોયાબિનની સીંગ ગળી ગયું. જેના પરીણાણે 28 ડિસેમ્બરના રોજ તેને એકા-એક શ્વાસ લેવમાં ખૂબ જ સમસ્યા ઉભી થવા લાગી.માતા-પિતાને આ સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતા તેઓ હિંમતનગરની Civil માં બાળકને લઇને દોડી આવ્યા.

Advertisement

નિષ્ણાંત બાળરોગ સર્જરી તબીબોની જરૂરિયાત

પરંતુ આ સમસ્યા અત્યંત ગંભીર હોવાથી ઓક્સિજન સપોર્ટની સાથે નિષ્ણાંત બાળરોગ સર્જરી તબીબોની જરૂરિયાત આ કેસમાં ત્યાના તબીબોને જણાઇ આવી. જેથી તેઓએ બાળકને Ahmedabad Civil માં રીફર કર્યા. 29 મી ડિસેમ્બરના રોજ બપોરે 1 વાગે આ બાળક પ્રિન્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યુ.

Advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને દોડી આવ્યા

આવો જ એક અન્ય કિસ્સો સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં જ બન્યો. જેમાં 2 વર્ષનો યુસુફ નામનો બાળક કે જે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે તે ટાંકણી ગળી ગયો હતો. આમ જોવા જઇએ તો યુસુફ ના પિતા મોહંમદ કૌસર શેખ વ્યવસાયે દરજી છે , એક દિવસ આ બે વર્ષનો યુસુફ ઇશારા કરીને તેની માતાને કહી રહ્યો હતો કે તે કંઇક ગળી ગયો છે, જેથી તેને પણ શરીરમાં સમસ્યાઓ ઉભી થતા માતા-પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને દોડી આવ્યા હતા. આ કિસ્સામાં જ્યારે સી.ટી. સ્કેન કરવામાં આવ્યુ હતુ ત્યારે કોઇ બાહ્ય પદાર્થ બાળક ગળી ગયું છે જે મેટલનું છે તેવું સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું હતુ.

મળ માર્ગે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો

પરંતુ આ કિસ્સામાં મહત્વની બાબત એ બની રહી કે, તબીબોના અનુભવના પરિણામે જ્યારે આ બાહ્ય પદાર્થના ચોક્કસ સ્થાનની ખબર પડી ત્યારે તબીબોના મોનટરીંગ હેઠળ તેને મળ માર્ગે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો . માતા-પિતા ના ધીરજ , બાળકના સહકાર અને તબીબોના અનુભવના લાભ થી યુસુફ ને કોઇપણ જાતની સર્જરી કર્યા વિના જ આ મોટા આકારની સોય મળમાર્ગે કાઢવામાં સફળતા મળી.

આ પણ વાંચો - મોઢેરા સૂર્યમંદિરના દ્વારે સામૂહિક સૂર્યનમસ્કારનો ઐતિહાસિક અવસર

Tags :
Advertisement

.

×