Ahmedabad : ક્રાઈમ બ્રાંચે હથિયારોના સૌથી મોટા નેટવર્કનો કર્યો પર્દાફાશ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ઉમદા કામગીરી
હથિયારના સૌદાગરોનો કાળ બની ક્રાઈમ બ્રાંચ
ગુજરાતમાં હથિયાર વેચવાના મનસૂબા પર પાણી
આંતરરાજ્ય હથિયાર નેટવર્ક પર કસ્યો સકંજો
યુપી, એમપીથી હથિયાર બનાવી વેચાણ કરાતું
રાજસ્થાન અને ગુજરાત સુધી ફેલાયું હતું નેટવર્ક
એમપી સિંગાણામાં હથિયારોનું સૌથી વધુ ઉત્પાદન
60થી વધુ ગુના નોંધ્યા, 100થી વધુ આરોપી પકડ્યા
ક્રાઈમ બ્રાંચે 2023માં 40થી વધુ દેશી કટ્ટા ઝડપ્યા
50થી વધુ પિસ્તોલ, રાઈફલ, રિવોલ્વર પણ ઝડપી
વર્ષ 2023માં 300થી વધુ જીવતા કારતૂસ જપ્ત કર્યા
એજન્ટો મારફતે હથિયારો અમદાવાદ મોકલાતા
ફેક્ટરીઓમાંથી 10થી 12 હજારમાં કરાતી ખરીદી
કંપનીઓ નકલી લાયસન્સ સાથે કરે છે વેચાણ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ વર્ષમાં હથિયારોના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ખાલી આ એક જ વર્ષમાં 40થી વધુ દેશી કટ્ટા અને 50થી વધુ પિસ્તોલ તથા રાઇફલ અને રિવોલ્વર ઝડપી પાડી છે. મધ્યપ્રદેશમાંથી હથિયારો સપ્લાય કરાય છે અને કંપનીઓ નકલી લાયસન્સ સાથે વેચાણ કરે છે.
હથિયારના મોટા નેટવર્કનો પર્દાફાશ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 2023ના વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય હથિયાર નેટવર્ક પર સકંજો કસીને 40થી વધુ દેશી કટ્ટા ઝડપી લીધા હતા અને 50થી વધુ પિસ્તોલ, રાઇફલ અને રિવોલ્વર ઝડપી લીધી છે. આ વર્ષે ક્રાઇમ બ્રાન્ચે 300થી વધુ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.
હથિયારના સોદાનું નેટવર્ક મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં હથિયાર બનાવીને વેચવાનું નેટર્વક સામે આવ્યું છે. તપાસમાં એ પણ બહાર આવ્યું કે હથિયારના સોદાનું નેટવર્ક મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ફેલાયેલું છે.
MPના ધાર જિલ્લાના સિંગાણા તાલુકામાં ઉત્પાદન
તપાસમાં ચોંકાવનારી માહિતી એ પણ બહાર આવી કે સૌથી વધુ હથિયારનું MPના ધાર જિલ્લાના સિંગાણા તાલુકામાં ઉત્પાદન થાય છે અને અહીં ચીખલીગર સમાજના લોકો આ હથિયાર બનાવતા હતા.
કંપનીઓ પૈસા કમાવવા નકલી લાયસન્સ સાથે હથિયારોનું વેચાણ કરે છે
પોલીસે વિવિધ સ્થળો પરથી હથિયારોના 60થી વધુ ગુના નોંધ્યા અને 100થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. હથિયારો બનાવતી ફેક્ટરીમાંથી 10થી 12 હજારમાં હથિયાર ખરીદીને એજન્ટ મારફતે અમદાવાદ મોકલવામાં આવે છે તેવું તપાસમાં બહાર આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારના સોદાગરોને પકડવા જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. હથિયારના વેચાણનું લાયસન્સ ધરાવતી કંપનીઓ પૈસા કમાવવા નકલી લાયસન્સ સાથે હથિયારોનું વેચાણ કરે છે.
આ પણ વાંચો----ભારતે નાની નાની વસ્તુઓ પહેલા વિદેશથી મંગાવવી પડતી : CM ભૂપેન્દ્રભાઈ પટેલ


