Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: જગન્નાથ મંદિરનું રી-ડેવલપમેન્ટ થશે, 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરી શકશે

અમદાવાદના જગન્નાથ મંદિરનું રી-ડેવલપમેન્ટ કરાશે. જેમાં 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરી શકશે. 146 મી રથયાત્રા સંપૂર્ણ થઈ છે. એક સર્વે ટીમ સર્વે કરીને ગઈ છે. જેમાં મંદિર પરિસરનો પણ ડેવલોપમેન્ટ કરાશે. તથા સાધુ સંતોને રહેવાની વ્યવસ્થા રાખશે. જેમાં...
ahmedabad  જગન્નાથ મંદિરનું રી ડેવલપમેન્ટ થશે  50 હજાર ભક્તો એક સાથે દર્શન કરી શકશે
Advertisement

અમદાવાદના જગન્નાથ મંદિરનું રી-ડેવલપમેન્ટ કરાશે. જેમાં 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરી શકશે. 146 મી રથયાત્રા સંપૂર્ણ થઈ છે. એક સર્વે ટીમ સર્વે કરીને ગઈ છે. જેમાં મંદિર પરિસરનો પણ ડેવલોપમેન્ટ કરાશે. તથા સાધુ સંતોને રહેવાની વ્યવસ્થા રાખશે. જેમાં સમગ્ર મંદિર પરિસરનું રી-ડેવલપમેન્ટ કરાશે.

જગન્નાથ મંદિર પરિસર  રી-ડેવલપમેન્ટ 

Advertisement

એવું કહેવાય છે કે, 400 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે, તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. કહેવાય છે કે, તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા. ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન, તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર (ગુજરાતમાં બલદેવ તરીકે ઓળખાય છે), અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી, આ સાથે ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું, ત્યારથી આ મંદિર ભગવાન જગન્નાથજીના મંદિર તરીકે ઓળખાવા લાગ્યું.

Advertisement

ર્તમાન મુખ્ય પૂજારી દિલીપદાસજી દિગંબર અખાડાના
સારંગદાસજી બાદ બાલમુકુંદદાસજી આવ્યા અને ત્યારબાદ 1878માં ચોથા અનુગામી મહંત નરસિંહદાસજી આવ્યા, તેમને એક દિવસ સપનામાં ભગવન જગન્નાથજીના દર્શન થયા અને ત્યારબાદ પુરીની તર્જ પર અમદવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. નરસિંહદાસજી ગુજરાતી મૂળના એકમાત્ર મહંત હોવાનું કહેવાય છે, જેઓ મંદિરના મુખ્ય પૂજારી હતા, મહેન્દ્ર ઝા જગન્નાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી છે, તેમજ વર્તમાન મુખ્ય પૂજારી દિલીપદાસજી દિગંબર અખાડાના છે.

આપણ  વાંચો -શ્રી સિદ્ધિ ગ્રુપ અને GUJARAT FIRST ના MD જસ્મિનભાઈ પટેલ પહોંચ્યા JAGANNATH TEMPLE

Tags :
Advertisement

.

×