Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD: મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવનું આયોજન

અમદાવાદ શહેરમાં મહારાષ્ટ્ર સમાજના લોકો દ્વારા ટાગોર હોલ, પાલડી ખાતે અમદાવાદના મહારાષ્ટ્ર સમાજ શતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં અમદાવાદના મહારાષ્ટ્ર સમાજના મોટી સંખ્યામાં લોકો હજાર રહ્યા હતા. ત્યારે આજે શતાબ્દી મહોત્સવના બીજા દિવસે તા.16 ડિસેમ્બરને શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી...
ahmedabad  મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવનું આયોજન
Advertisement

અમદાવાદ શહેરમાં મહારાષ્ટ્ર સમાજના લોકો દ્વારા ટાગોર હોલ, પાલડી ખાતે અમદાવાદના મહારાષ્ટ્ર સમાજ શતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં અમદાવાદના મહારાષ્ટ્ર સમાજના મોટી સંખ્યામાં લોકો હજાર રહ્યા હતા. ત્યારે આજે શતાબ્દી મહોત્સવના બીજા દિવસે તા.16 ડિસેમ્બરને શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

Advertisement

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના લગ્ન મહારાષ્ટ્રમાં થાય હતા. અને તેમનો જન્મ મુંબઇમાં થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના કરી હતી.

Advertisement

૧૦૦ વર્ષ સારી રીતે કેવી રીતે કરે તેનો પણ સંકલ્પ કરવો 

અમિત શાહે જણાવ્યું કે કોઈ પણ સંસ્થા ૧૦૦ વર્ષ પુરા કરે ત્યારે આગળના ૧૦૦ વર્ષ સારી રીતે કેવી રીતે કરે તેનો પણ સંકલ્પ કરવો જોઈએ. અને મહારાષ્ટ્રથી આવેલા લોકોએ ગુજરાતનાં વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. મહારાષ્ટ્ર એક એવો વિસ્તાર છે જેને એવા યુગ પૂરૂષો આપ્યા છે. જેના વગર ભારતનો ઈતિહાસ અધુરો છે. શીવાજી મહારાજ જેવા પૂરૂષોએ ભારતની આઝાદીમા મહત્વનો ભાગ ભજવ્યો છે.

મહારાષ્ટ્ર સમાજના તમામ લોકોને અભિનંદન પાઠવ્યા

તેમણે અમદાવાદના મહારાષ્ટ્ર સમાજના તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે જ આ શતાબ્દી મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળમાં જે એકતાની વાત કરી હતી તે અહિયાં જોવા મળી રહી છે.

મરાઠી સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે 

આ કાર્યક્રમો અને ફૂડ ફેસ્ટિવલ મરાઠી સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે .જે શહેરમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હોય તેવું રહેશે. સમુદાય મોટી‌ સંખ્યામાં આ ઉજવણીમાં ભાગ લેવા આતુર છે. મહારાષ્ટ્ર સમાજ, અમદાવાદના સ્થાપકોમાં અગ્રણી હસ્તિઓ, દેશની લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકરજી, વી એન પવગી ,એ એસ વણીકર જેવા મહાનુભાવોએ અમૂલ્ય ફાળો આપ્યો છે.

ફૂડ ફેસ્ટિવલનો શુક્રવારે પ્રારંભ કરવામાં આવ્યો

મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ત્રણ દિવસની ઉજવણીમાં ફૂડ ફેસ્ટિવલનો શુક્રવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે 16 ડિસેમ્બરે સાંજે 4થી 7 કલાક દરમિયાન મહિલા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને રાત્રે 8થી 11 દરમિયાન ઓર્કેસ્ટ્રા (મુંબઈ) હિન્દી, મરાઠી નવા જૂના ગીતનો કાર્યક્રમ સારેગમ ફેમ અમૃતા નાતૂ અને ગૌરવ બાંગિયા રજૂ કરવામાં આવશે.

વ્યવસાયિક સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે

17 ડિસેમ્બરે સવારે 10થી 12 કલાકે વ્યવસાયિક સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે. સાથે જ સવારે 10 થી 2 વાગ્યા સુધી રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો - Banaskantha: નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

Tags :
Advertisement

.

×