Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે ગત સ્ટેન્ડિંગ કમિટીમાં જુના વર્ષના બાકીના ટેક્સ રીબેટ આપવાની જાહેર કરવામાં આવી છે ત્યારે આજે ટેક્ક્ષની કામગીરી દરમિયાન અમદાવાદના એસજી હાઇવે પર આવેલ પેલેડિયમ મોલ અને TRP...
અમદાવાદ મ્યુ  કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી
Advertisement

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે ગત સ્ટેન્ડિંગ કમિટીમાં જુના વર્ષના બાકીના ટેક્સ રીબેટ આપવાની જાહેર કરવામાં આવી છે ત્યારે આજે ટેક્ક્ષની કામગીરી દરમિયાન અમદાવાદના એસજી હાઇવે પર આવેલ પેલેડિયમ મોલ અને TRP મોલને પ્રોફેશનલ ટેક્સ મામલે નોટિસ આપવમાં આવી છે. એસજી હાઈવે પરના પેલેડિયમ મોલમાં 180 કર્મીઓને નોટિસ અને બોપલ સ્થિત TRP મોલમાં 700 કર્મચારીઓને પ્રોફેશનલ ટેક્સ મામલે નોટિસ આપવામાં આવી છે.

Advertisement

જ્યારે વિગતની વાત કરવામાં આવે તો બંને મોલમાં વિવિધ દુકાનો ભાડે હોવા છતાં સેલ્ફ કેટેગરીમાં ટેક્સ ગણાતો હતો , ત્યારે આજની સામાન્ય સભા માં વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં વિપક્ષ નેતાઓએ અધિકારીને ફોન કરતાં અલગ વિગતો સામે આવતા કોર્પોરેશનના અધિકારીઓ સત્તા પક્ષ અને વિપક્ષને ગેરમાર્ગે દોરી રહ્યા છે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી.

Advertisement

ત્યારે સતપક્ષ દ્વારા જો કોઈ અધિકારી આમાં સંડોવ્યેલ હશે તો એવા અધિકારીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. અધિકારીઓ તરફ થી મળતી માહિતી મુજબ પેલેડિયમ મોલની તમામ દુકાનો અને ઓફિસની આકરણી ભાડા પેટે કરવામાં આવી છે. પેલેડિયમ મોલની વહીવટી ઓફિસ સેલ્ફ મુજબ ચાલે છે. Trp મોલ માં ૮૧૦ દુકાન અને ઓફિસ માંથી ૪૯૫ દુકાનો બંધ હાલત માં છે. આમ બંધ મિલકતનો નોટિસની કામગીરી એપ્રિલ ૨૦૨૪ સુધીમાં પૂરી કરવામાં આવશે .

આ પણ વાંચો -- Harani Lake : ‘હરણી હત્યાકાંડ’ તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા! ……તો તમામ લોકોના જીવ બચ્યાં હોત!

Tags :
Advertisement

.

×