Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad News : જીવરાજ પાર્કમાં આવેલી બિલ્ડિંગની લિફ્ટમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા

અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલી અવધ આર્કેડ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતાં લોકો બહાર નીકળવા માટે દોડધામ કરતાં જોવા મળ્યા હતા. સાથે જ આગને પગલે ફાયરબ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે....
ahmedabad news   જીવરાજ પાર્કમાં આવેલી બિલ્ડિંગની લિફ્ટમાં લાગી આગ  લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
Advertisement

અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલી અવધ આર્કેડ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતાં લોકો બહાર નીકળવા માટે દોડધામ કરતાં જોવા મળ્યા હતા. સાથે જ આગને પગલે ફાયરબ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બિલ્ડિંગની લિફ્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.

આગ લાગવાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ હતું, અને લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે. કેટલાક લોકોએ છલાંગ લગાવી પોતાનો જીવ બચાવ્યો હતો. આ આગ કયા કારણોસર લાગી હતી, તે હજી જાણી શકાયુ નથી. પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાય હતો. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

મળતી જાણકારી અનુસાર હાલ આગને કાબુમાં લેવામાં આવી ગઈ છે. અને ત્યાં ફસાયેલા લોકોને બહાર સુરક્ષિત રીતે કાઢીલેવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : સુરતમાં રોગચાળો વધ્યો, વધુ 3 લોકોના થયા મોત

Tags :
Advertisement

.

×