Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓના ચેટમાં થયા ચોંકાવનારા ખુલાસા, વાંચો અહેવાલ

AHMEDABAD : 20 મે ના રોજ અમદાવાદના ( AHMEDABAD ) એરપોર્ટ ઉપરથી ISIS ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આતંકવાદીઓની કથિત રીતે ISIS સાથે સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.ચારેય આરોપી શ્રીલંકન નાગરિક હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેઓ...
ahmedabad   એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓના ચેટમાં થયા ચોંકાવનારા ખુલાસા  વાંચો અહેવાલ
Advertisement

AHMEDABAD : 20 મે ના રોજ અમદાવાદના ( AHMEDABAD ) એરપોર્ટ ઉપરથી ISIS ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આતંકવાદીઓની કથિત રીતે ISIS સાથે સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.ચારેય આરોપી શ્રીલંકન નાગરિક હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેઓ શ્રીલંકાથી ચેન્નાઇ અને ચેન્નાઇથી અમદાવાદ આવ્યા હતા. હવે અમદાવાદ એરપોર્ટ ખાતેથી પકડાયેલા આતંકવાદીઓના મામલામાં નવી અપડેટ સામે આવી આવી રહી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

ગુજરાત ATSને આતંકીઓ વિશે 2 સપ્તાહ પહેલા બાતમી મળી

Advertisement

અમદાવાદના એરપોર્ટ ઉપરથી ISIS ના ચાર આતંકવાદીઓની જે ધરપકડ કરવામાં આવી હતી તેના અંગે બાતમી 2 સપ્તાહ પહેલા ગુજરાત ATSને મળી ચૂકી હતી. ATS ને માહિતી મળી હતી કે, આ આતંકીઓ ફ્લાઇટ અથવા ટ્રેન મારફતે અમદાવાદ આવશે.આ માહિતી મળ્યા બાદ ATS દ્વારા અમદાવાદ આવતી તમામ ફ્લાઇટ અને ટ્રેનની તપાસ કરવામાં આવી હતી. અંતે આ આતંકીઓ ચેન્નાઈથી ફ્લાઇટમાં આવી રહ્યા છે તેની માહિતી ATS ને મળી હતી. તેના બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે ATS ટાર્ગેટ લોકેશનની રાહ જોઈ રહ્યાં હતા અને તેમના એરપોર્ટ ઉપર આવતાની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

આતંકીના ચેટમાં થયા ચોંકાવનારા ખુલાસા

ATS દ્વારા આ આતંકીઓનો ધરપકડ કરાયા બાદ તેમની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘણા ચોંકાવનારા તથ્યો ATS ને હાથ લાગ્યા હતા. ATS ને આતંકીઓના ફોનમાંથી એનિક્રિપ્ટેડ ચેટ મળી આવી હતી. આ ચેટમાં ઈઝરાઈલના સમર્થન બદલ બદલો લેવાની વાત કરી હોવાનો ખુલાસો થયો હતો. અને વધુ તપાસ કરતા તેમને એ પણ જાણવા મળ્યું હતું કે, આ ચારેય આતંકી પાકિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના હેન્ડલર અબુ બકરના ઈશારે એક્ટિવ હતા. હવે આ ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ભૂતકાળની ઘટનામાં કોઈ કનેક્શન અંગે ATS તપાસ હાથ ધરશે

1.
આજથી બે દિવસ અમદાવાદમાં IPLની બે મોટી મેચ
બંને મેચમાં VVIP મુવમેન્ટ પણ રહશે
બંને દિવસ વિદેશી ખલાડીઓ સાથે લાખોની સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહેશે

2.
અમદાવાદ એરપોર્ટને 12 મેના રોજ ધમકી મળી હતી
12 મેના રોજ બોમથી ઉડાવી દેવાની મળી હતી ધમકી
ધમકી ભર્યો આ ઇમેઇલ પાકિસ્તાનથી આવ્યો હતો

3.
ગુજરાતમાં મતદાનના એક દિવસ પહેલા સ્કૂલોને બોમથી ઉડાવી દેવાની મળી હતી ધમકી
6 મેના રોજ અમદાવાદની 36 જેટલી સ્કૂલોને મળી હતી ધમકી
તમામ સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી ભર્યા ઇમેઇલ મોકલ્યા હતા

4.
સુરત ખાતેથી હિન્દૂવાદી નેતા પર હુમલાના કાવતરું ઘડનાર એકની ધરપકડ કરી હતી
ઉપદેશ રાણા, ટી.રાજસિંહ, નૂપુર શર્મા શહિતના નેતાઓ પર હતું સડયંત્ર
સુરત પોલીસે એક મોલવીની ધરપકડ કરતા સડયંત્ર સામે આવ્યું હતું
બિહાર અને મહારાષ્ટ્રથી નાંદેડમાંથી 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી

5.
ઓગસ્ટ 2023માં રાજકોટ ખાતેથી 3 આતંકીઓની ધરપકડ કરી હતી
તમામ આતંકીઓ જવેલરી માર્કેટમાં મજૂરીકામ કરતા હતા
પોલીસના જણાવ્યા અનુસાર તમામ આતંકીઓના સ્લીપર સેલ હતા

આ પણ વાંચો : AHMEDABAD : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે પ્રથમ ક્વોલિફાયર, 3 હજારથી વધુ પોલીસ જવાન ખડેપગે રહેશે હાજર

Tags :
Advertisement

.

×