Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: દીકરાને ડાર્ક વેબમાં વેચી નાખવાની આપી ધમકી, 5 લાખ ડોલરની માંગ કરી

અહેવાલ: પ્રદિપ કચીયા, અમદાવાદ સુરત બાદ હવે અમદાવાદમાં પણ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના એક વેપારીને તેના દીકરાનો ફોટો ડાર્ક વેબમાં અપલોડ કરવાની ધમકી આપીને ખંડણી માંગી છે. અને તેની સાથે સાથે આરોપીઓ દ્વારા પણ વેપારી પાસેથી...
ahmedabad  દીકરાને ડાર્ક વેબમાં વેચી નાખવાની આપી ધમકી  5 લાખ ડોલરની માંગ કરી
Advertisement

અહેવાલ: પ્રદિપ કચીયા, અમદાવાદ

સુરત બાદ હવે અમદાવાદમાં પણ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના એક વેપારીને તેના દીકરાનો ફોટો ડાર્ક વેબમાં અપલોડ કરવાની ધમકી આપીને ખંડણી માંગી છે. અને તેની સાથે સાથે આરોપીઓ દ્વારા પણ વેપારી પાસેથી રૂપિયા 5 લાખ ડોલરની માંગણી કરવામાં આવી છે. જેને પગલે વેપારી દ્વારા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

Advertisement

5 લાખ ડોલરની માંગણી કરી

Advertisement

અમદાવાદ શહેરના એક વેપારીને તેની જૂની અંગત અદાવતમાં વેપારીના 6 વર્ષીય દીકરાના મુંબઈના એક વ્યક્તિ દ્વારા ફોટો ડાર્ક વેબ પર અપલોડ કરીને વેચવા માટે મુકતા અંગેની જાણ થતા વેપારીએ આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરી હતી સાથે મુંબઈના આ શખ્સે રૂપિયા 5 લાખ ડોલરની માંગણી પણ કરી હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ દ્વારા મુંબઈના આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

સુરત શહેરમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી

અમદાવાદમાં બનેલી ઘટનાના થોડા સમય પહેલા સુરત શહેરમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં બાળકની હત્યા કરવામાં આવી હતી. સુરત શહેરમાં ટ્યુશનથી પરત ફરી રહેલા એક બાળકનું કેટલાક શખ્સો દ્વારા અપહરણ કર્યાની ઘટના સામે આવી હતી અને બાળકના પરિવાર પાસેથી 15 લાખનીં ખંડણીની પણ માંગણી કરવામાં આવી હતી અને જે રકમ પરિવારજનો દ્વારા એ રકમ ચૂકવી ન શકતા અપહરણકર્તાઓએ બાળકની હત્યા કરીને અવાવરું જગ્યા પર ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ સુરત પોલીસે ટેકનિકલ સોર્સ અને હુયુમન સોર્સના મદદથી એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - અમદાવાદ: પરણિતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×