Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત પોલીસ અકાદમી ખાતે ૨૪ માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું

અહેવાલ - સંજય જોશી  ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે ૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના અલગ-અલગ રાજ્યના પોલીસ વિભાગ તેમજ પેરામીલીટરીની ૧૯ બેન્ડ ટીમના ૧૨૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થયા હતા. ગુજરાત પોલીસ મહનિદેશક શ્રી...
ગુજરાત પોલીસ અકાદમી ખાતે ૨૪ માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું
Advertisement
અહેવાલ - સંજય જોશી 
ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે ૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના અલગ-અલગ રાજ્યના પોલીસ વિભાગ તેમજ પેરામીલીટરીની ૧૯ બેન્ડ ટીમના ૧૨૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થયા હતા. ગુજરાત પોલીસ મહનિદેશક શ્રી વિકાસ સહાયએ આજે સ્પર્ધામાં વિજેતા થયેલી તમામ ટીમને ટ્રોફી આપી આ પ્રતિયોગિતાનું સમાપન કરાવ્યું હતું.
આ સ્પર્ધામાં બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ અને બ્યુગલ બેન્ડ એમ કુલ ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમોને ગુજરાત પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Image preview
'અખિલ ભારતીય પોલીસ બેન્ડ પ્રતિયોગિતા'ની યજમાની કરવાનો અવસર પ્રદાન કરવા બદલ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વતી ઓલ ઇન્ડિયા પોલીસ ફોર્સ કંટ્રોલ બોર્ડનો આભાર વ્યક્ત કરી ગુજરાત પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, આ પ્રતિયોગિતામાં સૌ સહભાગી ટીમે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રતિયોગિતાને વધુ રસપ્રદ બનાવી છે. આ સ્પર્ધાના આયોજનની વ્યવસ્થાઓથી તમામ ટીમે સંતોષ વ્યક્ત કર્યો છે . શ્રી વિકાસ સહાયે આ વ્યવસ્થા પાછળ ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમની ટીમો લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતાં તે તમામ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વિકાસ સહાય વિજેતા ટીમને અભિનંદન પાઠવી કહ્યું કે, વિજેતા ન બનેલી ટીમના ઉત્સાહનો પણ આદર અને સન્માન કરું છું. ગુજરાત પોલીસ બેન્ડ દ્વારા અગાઉના વર્ષો કરતા ખૂબ સારું પરફોર્મન્સ આપવામાં આવ્યું છે તે બદલ ગુજરાત પોલીસ બેન્ડને પણ અભિનંદન પાઠવ્યા હતા.
Advertisement

.

×