આરોપી તથ્ય પટેલે ડ્રગ્સનું સેવન કર્યું હતું..? પોલીસે શરુ કરી તપાસ
અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં આરોપી તથ્ય...
Advertisement
અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં આરોપી તથ્ય પટેલ હાલ સારવાર હેઠળ છે અને ટૂંકમાં તેની ધરપકડ કરાશે ત્યારે પોલીસ સુત્રોએ કહ્યું હતું કે આરોપી તથ્ય પટેલે આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન કર્યું હતું તે જાણવા માટે પોલીસ તમામ પ્રકારના ટેસ્ટ કરશે.
પોલીસ આરોપી તથ્યના તમામ પ્રકારના ટેસ્ટ કરશે
પોલીસ સુત્રોએ કહ્યું હતું કે આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે સોલા પોલીસ સ્ટેશનમાં 2 ગુના તથા શાહપુર પોલીસ, રાણીપ પોલીસ અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં 1-1 ગુનો નોંધાયેલો છે. ડીસીપી ટ્રાફિક નીતા દેસાઇએ કહ્યું હતું કે આરોપીએ ડ્રીંક કર્યું હોય તેવું લાગતું નથી પણ પોલીસ સુત્રોએ કહ્યું કે આરોપીના પરિવારનો ગુનાઇત ઇતિહાસ જોતાં આરોપી તથ્ય પટેલે ડ્રગ્સનું સેવન કર્યું હતું કે આલ્કોહોલનું સેવન કર્યું હતું તે સહિતના મુદ્દાની તપાસ કરવા માટે પોલીસ તથ્ય પટેલના તમામ પ્રકારના ટેસ્ટ કરાવશે.
પોલીસ કોઇ કાચુ કાપવા માગતી નથી
જે રીતે ભયંકર અકસ્માત થયો છે અને જેગુઆર 160થી વધુની સ્પીડમાં હતી તે જોતાં પોલીસને પુરેપુરી આશંકા છે કે આરોપી તથ્ય પટેલે નશો કર્યો હોવો જોઇએ અને તેના પિતાનો ગુનાઇતિ ભુતકાળ જોતાં પોલીસ આ કેસમાં કોઇ કાચુ કાપવા માગતી નથી જેથી તથ્યની ધરપકડ કર્યા બાદ તેના તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Advertisement


