Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકસભા સાથે જ ગુજરાત વિધાનસભાની આટલી બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી

by-elections : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પૂર્વે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ (leaders of Congress) પાર્ટીનો હાથ છોડી ભાજપ (BJP) નું કમળ સ્વીકારશે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે. દેશમાં જલ્દી જ લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે...
લોકસભા સાથે જ ગુજરાત વિધાનસભાની આટલી બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી
Advertisement

by-elections : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પૂર્વે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ (leaders of Congress) પાર્ટીનો હાથ છોડી ભાજપ (BJP) નું કમળ સ્વીકારશે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે. દેશમાં જલ્દી જ લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે મળી રહી માહિતી મુજબ, લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ની સાથે ગુજરાતમાં 4 ખાલી પડેલી વિધાનસભા બેઠકો (Assembly Seats) પર પેટાચૂંટણી (by-elections) યોજાશે. જોકે, આ ઉમેદવારો કોણ હશે તે માટે મંથન શરૂ થઇ ગયું છે.

લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં by-elections યોજાશે

દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી દીધી છે. જેમા કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. તો બીજી તરફ ગુજરાતમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજી તરફ રાજ્યની 4 વિધાનસભાની પેટા ચૂંટણી (by-elections)પણ લોકસભાની સાથે સાથે યોજાઈ શકે છે. જે બેઠકો પરના ધારાસભ્યોએ રાજીનામા ધર્યા હતા અને હવે તે બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

Advertisement

કઈ કઈ બેઠક પર યોજાઈ શકે છે પેટાચૂંટણી ?

રાજ્યમાં ખંભાતમાંથી કોંગ્રેસના ચિરાગ પટેલે, વિજાપુરથી સી.જે.ચાવડા, વિસાવદરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને વાઘોડીયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું હતું અને આ ચારેય ધારાસભ્યોએ કેસરિયા કર્યા હતા. આમ હવે ખાલી પડેલી બેઠક પર લોકસભાની સાથે જ પેટા ચૂંટણી યોજાઈ શકે છે. સમગ્ર ઘટનાક્રમ બાદ આ ચારેય વિધાનસભા મત વિસ્તારમાં 2 EVM હશે. આ બેઠકો પર મતદારો લોકસભા ઉપરાંત વિધાનસભાના ઉમેદવાર એમ 2 ઉમેદવારને મત આપશે. લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર થયાં બાદ આ બેઠકોના ઉમેદવારોની જાહેર કરાય તેવી સંભાવના છે. વળી આ ઉપરાંત જો કોઈ ધારાસભ્યને લોકસભા માટે ટિકિટ ફાળવાય તો તે ખાલી પડેલી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - Shaktisinh Gohil : ડરનો ડંડો, કોથળાભરીને રૂપિયા અને પાર્ટીમાં મોટા પદની લાલચ આપે છે : શક્તિસિંહ ગોહિલ

આ પણ વાંચો - Ambarish Der : કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અમરીશ ડેરની પ્રેસ કોન્ફરન્સ, આવતીકાલે કમલમ જશે

આ પણ વાંચો - Ambarish Der : કોંગ્રેસ નેતા અમરીશ ડેર અને CR પાટીલ વચ્ચે મુલાકાત, કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.

×