Ambaji News : શારદીય નવરાત્રી, ચોથું નોરતું, મા અંબાના દર્શન કરવા ભક્તો ઉમટ્યાં....
ગુજરાતમાં નવરાત્રિ પર્વનો ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. માતાજીનાં નોરતાંમાં શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિત ચોટીલા, માતાનો મઢ, રાજપર, માટેલ સહિત ગુજરાતનાં વિખ્યાત મંદિરોમાં લાખો માંઈભક્તો માતાજીનાં દર્શને ઊમટ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ત્યારે ઉત્તર ગુજરાતના છેવાડે આવેલા પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં નવરાત્રીનો અલગ જ માહોલ જોવા મળે છે..બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે નવરાત્રી યોજાય છે.
શક્તિપીઠ અંબાજીમાં અંબે માતાજીના મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ત્યારે અંબાજી મંદિરમાં નવરાત્રિ પર્વ દરમિયાન સવારમાં બે મંગલા આરતી કરવામાં આવે છે જે એક ગર્ભગૃહની અંદર અને બીજી આરતી ઘટ સ્થાપન પાસે થાય છે. ત્યારે આજે ચોથા નોરતું છે. અને અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે.
તમને જણાવી દઈએ કે, અંબાજી મેનેજમેન્ટ તંત્રે નવરાત્રિમાં અંબાજીમાં ગરબે ઘૂમવાને લઇને કેટલાક નિયમો ઘડ્યા છે. જે મુજબ મહિલા અને પુરુષો સાથે નહીં ગરબા નહી રમી શકે. મંદિરમાં મહિલાઓ અને બાળકોને ગેટ નંબર 7થી પ્રવેશ મળશે. મહિલાઓ ચાચર ચોકમાં અને પુરૂષોને શકિતદ્વારથી પિત્તળ ગેટની વચ્ચેના ચોકમાં ગરબા રમવાના રહેશે.
આ પણ વાંચો : Surat માં અસામાજિક તત્વોનો આતંક, પેટ્રોલ પંપ પર મચાવ્યો ઉત્પાત, ગાડી ચાલકોને માર માર્યો