Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમિત ચાવડાએ કર્યા ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું- ખોટી ફરિયાદો કરી યુવરાજસિંહને જેલમાં મોકલ્યા

ગઈકાલે શુક્રવારના રોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. જે બાદથી રાજ્યમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે આ મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ યુવરાજસિંહની ધરપકડને લઇને 56 ની...
અમિત ચાવડાએ કર્યા ભાજપ પર આકરા પ્રહાર  કહ્યું  ખોટી ફરિયાદો કરી યુવરાજસિંહને જેલમાં મોકલ્યા
Advertisement

ગઈકાલે શુક્રવારના રોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. જે બાદથી રાજ્યમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે આ મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ યુવરાજસિંહની ધરપકડને લઇને 56 ની છાતીવાળી ભાજપ સરકાર પર શાંબ્દિક પ્રહાર કર્યો હતો. જણાવી દઇએ કે, ગઈકાલે યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાનું અને અન્ય મોટા માથાઓને નિવેદન માટે ન બોલાવવા અંગે જાણકારી આપી હતી.

રાજ્યમાં પેપરકાંડને ઉજાગર કરતો ચહેરો યુવરાજસિંહ જાડેજા આજે પોલીસની ગિરફ્તમાં છે. ત્યારે હવે કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડા તેમની વ્હારે આવ્યા છે. અમીત ચાવડાએ કહ્યું કે, 156ની બહુમતીવાળી સરકારે 56 ની છાતી પેપર ફોંડવાવાળા સામે કરવાની હતી, જે ડમીકાંડ કરવાવાળા છે તેમને બતાવવાની હતી, જે ગુનેગાર છે તેને જેલમાં નાખવાના હતા, ગુનેગારોની ધરપકડ કરવાની હતી જેની જગ્યાએ આ તાનાશાહ શાસનમાં જે લોકો ફરિયાદ કરે, જે લોકોના પ્રશ્નોને ઉજાગર કરે, જે લોકો સરકારના કૌભાંડોને બહાર લાવે અને તેને જ આજે જેલમાં પૂરવાની પ્રક્રિયા થઇ રહી છે. આજે આ ગાંધી, સરદારના ગુજરાતમાં સમગ્ર સમજે જાગૃત થવાની જરૂર છે.

Advertisement

વધુમાં ચાવડાએ કહ્યું કે, આ સરકારમાં વારંવાર પેપર ફૂટ્યા, પરિક્ષા આપ્યા વિના કોઇ 40 લાખ આપીને PSI ની ટ્રેનિગમાં પહોંચી જાય, ડમીકાંડ બહાર આવે અને જે યુવરાજસિંહ ડમીકાંડના પુરાવા રજૂ કરે આજે તેની સામે ખોટી ફરિયાદો કરીને તેને જ જેલમાં મોકલવાની તજવીજ થઇ રહી છે. મારી સરકાર પાસે સ્પષ્ટ માંગણી છે કે જો સરકાર સાચી હોય તો, જો કોઇ ચમરબંધીને પણ નહીં છોડું એવા ભાષણો PM મોદી કરતા હતા તે મુજબનું તમારું શાસન હોય તો યુવરાજસિંહે જે કીધુ છે કે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ, ભાજપના કોઇ ડેરીના ચેરમેન મોટા આગેવાનો આ ડમીકાંડ અને 1000 કરોડના મુખ્ય સુત્રોધારો છે તો યુવરાજસિંહને પૂછપરછ માટે બોલાવો તો ભાજપના નેતાને કેમ પૂછપરછ માટે નથી બોલાવતા? જો યુવરાજસિંહ સામે FIR થઈ શક્તિ હોય તો શું કામ આ ભાજપના નેતા સામે FIR નથી થતાં? એનો જવાબ પણ મુખ્યમંત્રી આપે.

Advertisement

અને ખાસ કરીને પ્રધાનમંત્રીને કહેવું છેકે, આ ડબલ એન્જિન સરકારમાં ફરિયાદી અને સત્યને ઉજાગર કરવાવાળાઓ જે છે એવા બરોજગાર યુવાનો માટે લડતા યુવરાજસિંહ પર ફરિયાદ થાય અને તમારા ભાજપના મોત નેતાઓના જેના નામ દેવામાં આવ્યા છે તેમને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા નથી, આ બેવડી નીતિ સામે પ્રજાએ પણ જાગૃત થવું પડશે અને આવનાર દિવસોમાં બીજી આઝાદીની લડાઈ લડવા બધાએ રસ્તાઓ પર ઊતરવું પડશે.

આ પણ વાંચો - યુવરાજસિંહની ધરપકડ મુદ્દે જાણો શું કહ્યું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×