Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GUJARAT POLICE જાસૂસીકાંડમાં એક આરોપી એસએમસીના હાથે દમણમાંથી ઝડપાયો..

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ પોલીસ ( POLICE ) દ્વારા 2 બુટલેગરો માટે ગુજરાત પોલીસની જાસૂસીકાંડમાં સંડોવાયેલા મધ્યગુજરાતના કુખ્યાત બુટલેગર વડોદરાના પરેશ ઉર્ફે ચકાને એક વર્ષ બાદ સ્ટેટ મોનિટરીંગ સેલએ દમણના બારમાંથી દબોચી લઈ ભરૂચ પોલીસના ( BHARUCH POLICE )...
gujarat police જાસૂસીકાંડમાં એક આરોપી એસએમસીના હાથે દમણમાંથી ઝડપાયો
Advertisement

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ પોલીસ ( POLICE ) દ્વારા 2 બુટલેગરો માટે ગુજરાત પોલીસની જાસૂસીકાંડમાં સંડોવાયેલા મધ્યગુજરાતના કુખ્યાત બુટલેગર વડોદરાના પરેશ ઉર્ફે ચકાને એક વર્ષ બાદ સ્ટેટ મોનિટરીંગ સેલએ દમણના બારમાંથી દબોચી લઈ ભરૂચ પોલીસના ( BHARUCH POLICE ) હવાલે કરાયો છે. જેના પગલે પોલીસે તેની ધાર પગાર કરી જાસુસી કાંડમાં મળે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની જ આરંભી છે.

ગત વર્ષ 2023 માં ભરૂચ જિલ્લાની એલ.સી.બી. શાખાના 2 પોલીસ કર્મચારીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્રારા સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિકારી કર્મચારીઓના ગેરકાયદેસર રીતે લોકેશનો લઈને દારૂની ગેરકાયદેસર લાઈન ચલાવનાર બુટલેગર પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ અને નયન ઉર્ફે બોબડો કાયસ્થને લોકેશન આપતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર પ્રકરણની ઝીણવટી તપાસમાં બન્ને બુટલેગરોને સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ સહિત અન્યના 2891 વખત લોકેશન શેર કર્યા હોવાનો ચોકાવનારો વિસ્ફોટ થયો હતો.

Advertisement

GUJARAT POLICE

GUJARAT POLICE

Advertisement

ભરૂચ બી ડિવિઝન પોલીસ ( BHARUCH POLICE ) મથકે LCB ના બન્ને કોન્સ્ટેબલ સાથે નામચીન બોબડો અને ચકા સામે આ ગંભીર કેસમાં ગુનો દાખલ થયો હતો જાસૂસીકાંડમાં ભરૂચનો બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ ફેબ્રુઆરીમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવતા ભરૂચ પોલીસે ( BHARUCH POLICE ) તેનો કબજો મેળવી રિમાન્ડ મેળવા હતા. અને ત્યારબાદ નયન બોબડો જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

બુટલેગરો માટે પોલીસ દ્વારા જ પોલીસના લોકેશન શેર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ વડોદરાના પરેશ ઉર્ફે ચકાને દમણના મયુર બિયર બારમાંથી શુક્રવારે મધરાતે સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડ્યો હતો. બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરૂધ્ધ ગુજરાત રાજ્યમાં પ્રોહીબીશન ધારા હેઠળના 27 થી વધુ ગુનાઓ નોંધાયેલ છે. જે પૈકી 6 ગુનાઓમાં તે છેલ્લા બે વર્ષથી નાસતો- ફરતો હોવાની ચોકાવનારી માહિતી પણ સામે આવી છેભરૂચ જિલ્લાની પોલીસે જાસુસી કાંડ પરેશ ઉર્ફે ચકાને ઝડપી પાડી તેના રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે.

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : Parshottam Rupala : પુરુષોત્તમ રૂપાલાને લોકસભા બેઠક પરથી હટાવવા મુદ્દે ચર્ચાઓ તેજ

Tags :
Advertisement

.

×