ગુજરાતમાં AAP ને વધુ એક મોટો ઝટકો!, કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓ ભગવો ધારણ કરે તેવી શક્યતા
ગુજરાતમાં AAP ને વધુ એક વખત મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. AAP ના કેટલાક આગેવાનો આવતીકાલે ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કરે તેવા સમાચારે વેગ પકડ્યો છે. આ સમાચાર ગુજરાત AAP ના આગેવાનોની ઊંઘ ઉડાવનારા ગણાઈ રહ્યા...
Advertisement
ગુજરાતમાં AAP ને વધુ એક વખત મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. AAP ના કેટલાક આગેવાનો આવતીકાલે ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કરે તેવા સમાચારે વેગ પકડ્યો છે. આ સમાચાર ગુજરાત AAP ના આગેવાનોની ઊંઘ ઉડાવનારા ગણાઈ રહ્યા છે.
મળતી જાણકારી અનુસાર, લોકસભાની ચૂંટણી પહેલા AAP ના કેટલાક કાર્યકરો અને આગેવાનો કેસરિયા રંગમાં રંગાઈ શકે છે. પરંતુ હજુ સુધી આ નામોની સત્તાવાર કોઈ જાહેરાત થઇ નથી અને નામોનો ફોડ પાડવામાં પણ આવ્યો નથી. મહત્વનું છે કે, આવતીકાલે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાશે જેમા AAP ના નેતાઓ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કરશે.
Advertisement
તમને જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી બાદ AAP માં સતત ભંગાણ થવાના સમાચારો આવતા રહ્યા છે.
Advertisement
આ પણ વાંચો : પાટણ : જીગ્નેશ મેવાણીએ આપી ચીમકી, જો પોલીસ આટલું નહીં કરે તો…


