બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ રાજકોટ પોલીસમાં અરજી
બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજી હેમલ વિઠલાણીએ રાજકોટ પોલીસ કમિશનરને કરી અરજી હીપ્નોટાઇઝ કરીને 13000 રૂપિયા લીધા હોવાનો ઉલ્લેખ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંદિર બનાવવા માટે ફાળો ઉઘરાવ્યો હતો રાજકોટમાં બાબા બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ચાલી...
Advertisement
બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અરજી
હેમલ વિઠલાણીએ રાજકોટ પોલીસ કમિશનરને કરી અરજી
હીપ્નોટાઇઝ કરીને 13000 રૂપિયા લીધા હોવાનો ઉલ્લેખ
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંદિર બનાવવા માટે ફાળો ઉઘરાવ્યો હતો
રાજકોટમાં બાબા બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ચાલી રહ્યો છે ત્યારે જ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરાઇ છે. બીજી તરફ અરજી પરત ખેંચાવવા આયોજક સમિતિ પણ કામે લાગી હોવાનું જાણવા મળે છે.
રાજકોટના કાર્યક્રમ વખતે જ પોલીસમાં અરજી
બાબા બાગેશ્વરધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતના વિવિધ શહેરોમાં તેમના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે હાલ તેઓ રાજકોટમાં કાર્યક્રમ યોજી રહ્યા છે. રાજકોટના કાર્યક્રમ વેળા જ રાજકોટના યુવકે પોતાને હીપ્ટોનાઇસ કરી 13000 રૂપિયા લઈ લીધાની અરજી કરી છે.
હિપ્ટોનાઇસ કરી 13000 રૂપિયા લઈ લીધાની અરજી
પ્રાપ્ત માહિતી મુજબ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરાઇ છે. રાજકોટના હેમલ વિઠલાણીએ પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરી છે જેમાં પોતાને હિપ્ટોનાઇસ કરી 13000 રૂપિયા લઈ લીધાની અરજી કરાઇ છે. જામનગરના શ્રધ્ધાળુને મંદિર બનાવવા ફાળો ઉઘરાવવા દરમિયાન હિપ્ટોનાઇસ કરી નાણાં લઈ લીધા હોવાનો આરોપ લગાવાયો છે.
અરજી પરત ખેંચાવવા આયોજક સમિતિ કામે લાગી
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અરજી થતાં ખળભળાટ મચી ગયો છે. અરજી પરત ખેંચાવવા આયોજક સમિતિ કામે લાગી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદીને બોલાવવામાં આવ્યા છે અને ફરિયાદીને નાણા પરત આપી ફરિયાદ પરત ખેંચવા પ્રયાસ શરૂ કરાયા છે.
આ પણ વાંચો----ભરૂચ જિલ્લા જેલરના નામે ખંડણીના ખેલના ઓડિયોથી ખળભળાટ…!


