Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇડરમાં દબાણો દુર કરાતાં બસ સ્ટેશન સુધીનો વિસ્તાર સૂમસામ બન્યો

Idar News : ઈડર શહેરના મૂખ્ય માર્ગો પર લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓ રોજેરોજ શાકભાજી સહિતના અન્ય ધંધા કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તાજેતરમાં ઈડર નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશને તેજ ગતિએ આગળ વધારતાં બુધવારે ઈડર (Idar) ના મુખ્ય માર્ગો સહિત...
ઇડરમાં દબાણો દુર કરાતાં બસ સ્ટેશન સુધીનો વિસ્તાર સૂમસામ બન્યો
Advertisement

Idar News : ઈડર શહેરના મૂખ્ય માર્ગો પર લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓ રોજેરોજ શાકભાજી સહિતના અન્ય ધંધા કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તાજેતરમાં ઈડર નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશને તેજ ગતિએ આગળ વધારતાં બુધવારે ઈડર (Idar) ના મુખ્ય માર્ગો સહિત બસ સ્ટેન્ડ વિસ્તાર લોકો ખરીદી કરવા ન આવતાં સુમસામ બની ગયો છે. દરમિયાન અસરગ્રસ્તોએ વૈકલ્પિક વ્યવસ્થાની સત્વરે માંગણી સ્વિકરવામાં નહીં આવે તો આગામી સમયમાં તંત્ર વિરૂધ્ધ કાર્યક્રમોનું આયોજન કરવાનું વિચારાઈ રહ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે ઈડર પાલિકા (Ider Municipality) દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરના માર્ગો પરથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે. જેના પરિણામ સ્વરૂપે શહેરના મુખ્ય માર્ગો પર વારંવાર થતાં ટ્રાફિક સમસ્યા હળવી બની છે. પરંતુ બસ સ્ટેન્ડ સહિત અન્ય વિસ્તારોમાં રોડની બંને બાજુ પાથરણાવાળા તથા અન્ય લારી-ગલ્લાવાળાઓએ અતિક્રમણ કરીને રોડને સાંકળો બનાવી દીધો હતો. જેના પરિણામે ટ્રાફીકની સમસ્યાનો હલ લાવવા પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુબેશ શરૂ કરાઈ છે. તો બીજી તરફ જે નાના વેપારીઓ અને રોજનું કમાઈને પરિવારનું ગુજરાન કરતા પરિવારોની હાલત ધંધા વગર કફોડી બની છે.

Advertisement

દરમ્યાન દબાણ હટાવ ઝુંબેશથી નારાજ થયેલા નાના વેપારીઓ અને મહિલાઓએ બુધવારે ભેગા થઈને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે બેઠક યોજીને ચર્ચા કર્યા બાદ સ્થાનિક ધારાસભ્ય સમક્ષ રજુઆત કરી હતી. અને જરૂર પડે આગામી દિવસોમાં વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનું પણ નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે શહેરના નાના-મોટા વેપારી નગરપાલિકા નજીક આવેલ સિનેમાની સામે આવેલા કોમ્પ્લેક્ષમાં ભેગા થયા હતા જ્યાં વેપારીઓ એક સુરમાં હતા કે અમારી વૈકલ્પિક સુવિધા કરવામાં આવે તેમજ શહેરમાં અનેક દબાણો છે તે દૂર નથી કરવામાં આવતા અને ગરીબ વર્ગના લોકોની આજીવિકા ઝુંટવી લેવા માટે દબાણ દુર કરાઈ રહયા હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી સત્વરે યોગ્ય કરવુ જરૂરી છે. એટલુ જ નહીં પણ ૧૦૦થી વધુ નાના વેપારીઓએ ધારાસભ્ય રમણલાલના બંગલે જઈ રજૂઆત કરી હતી. જે સંદર્ભે ધારાસભ્ય આ મામલે જિલ્લા કલેકટરનું ધ્યાન દોરવા આશ્વાસન આપ્યુ છે અને હાલના તબક્કે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નાના વેપારીઓને હટાવવા જોઈએ નહીં તેવો સુર વ્યક્ત કર્યો હતો.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો - હિંમતનગરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત, મહિલા શિક્ષિકાને લીધા હડફેટે, Video

આ પણ વાંચો - Gujarat First reality check : જીવનાં જોખમે શિક્ષણ! વિવિધ જિલ્લાઓમાં ચોંકાવનારી સ્થિતિ

Tags :
Advertisement

.

×