Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વેકેશન પડતા જ લોકોનું વતન તરફ પ્રયાણ, સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં હકડેઠઠ ભીડ

અહેવાલઃ આનંદ પટણી, સુરત  સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ બાળકોની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને આ પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બાળકોના રીઝલ્ટ પણ આવી ગયા છે બાળકોના રીઝલ્ટ આવતાની સાથે લોકો પોતાના વતન જવા રવાના થતા હોય છે..જેને લઇને...
વેકેશન પડતા જ લોકોનું વતન તરફ પ્રયાણ  સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં હકડેઠઠ ભીડ
Advertisement

અહેવાલઃ આનંદ પટણી, સુરત 

સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ બાળકોની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને આ પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બાળકોના રીઝલ્ટ પણ આવી ગયા છે બાળકોના રીઝલ્ટ આવતાની સાથે લોકો પોતાના વતન જવા રવાના થતા હોય છે..જેને લઇને હાલ ઉત્તર ભારત તરફની ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

Advertisement

સિલ્ક સીટી ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર ઉદ્યોગોના કારણે કોસ્મોપોલિટન સીટી છે. સુરત શહેરમાં ભારત દેશના વિવિધ વિસ્તારોથી લોકો રોજીરોટી મેળવવા માટે આવે છે. અહીં રોજી રોટી મેળવવા આવતા લોકો મોટી સંખ્યામાં ઉત્તર ભારતના હોય છે. ઉત્તર ભારતથી આવતા આ તમામ લોકો વેકેશનમાં સમયમાં વતન જતા હોય છે. હાલ વેકેશનનો માહોલ બનતા વતન જવા રવાના થઇ રહ્યા છે. જેને કારણે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આજે સવારે સુરત થી છપરા જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. જનરલ કોચમાં જગ્યા મેળવવા અને ચડવા માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતા. 22 ડબ્બાની આ ટ્રેનમાં માત્ર ત્રણ જનરલ કોચ છે, જેની સામે 10 જેટલા કોચની ભીડ જોવા મળી હતી.

Advertisement

સુરત થી છપરા જતી એકમાત્ર ટ્રેન છે અને આ ટ્રેનમાં મુસાફરી કરવાવાળા હજારો લોકો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી બિહાર જવા માટે લોકો સુરત આવે છે અને ત્યારબાદ સુરતથી છપરા જતી તાપ્તી ગંગા એક્સપ્રેસમાં મુસાફરી કરી વતન જાય છે. જનરલ કોચની અંદર તો ભીડ દેખાય એ સ્વાભાવિક છે પરંતુ ટ્રેનના રિઝર્વેશન કોચની પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. ટ્રેનના તમામ સ્લીપર કોચમાં પગ મુકવાની પણ જગ્યા નથી મળી રહી. નાના બાળકો સાથે મુસાફરી કરવા આવેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો જોવા મળી રહ્યો છે.. સ્લીપર કોચની હાલત જંગલ કોચ જેવી જોવા મળી રહી છે.ટ્રેન પ્લેટફોર્મ ઉપર મુકાઈ ત્યારથી લઈને ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં પ્લેટફોર્મની સ્થિતિ એક સરખી જ દેખાઈ હતી.

Advertisement

.

×