Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ganesh Mahotsav: 9 ફૂટથી વધુની ભગવાન ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ

રાજ્યમાં ગણપતિ ઉત્સવ (Ganesh Mahotsav)ને ધ્યાનમાં રાખીને પોલીસે પ્રગટ કરેલા જાહેરનામામાં 9 ફૂટથી વધુની ભગવાન ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ લગાવાયો છે. જાહેરનામા મુજબ POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી પ્રતિમાના સ્થાપના પર પ્રતિબંધ લગાવાયો છે. જાહેરનામું પ્રસિદ્ધ ગણેશ ઉત્સવને લઈને...
ganesh mahotsav  9 ફૂટથી વધુની ભગવાન ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ
Advertisement
રાજ્યમાં ગણપતિ ઉત્સવ (Ganesh Mahotsav)ને ધ્યાનમાં રાખીને પોલીસે પ્રગટ કરેલા જાહેરનામામાં 9 ફૂટથી વધુની ભગવાન ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ લગાવાયો છે. જાહેરનામા મુજબ POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી પ્રતિમાના સ્થાપના પર પ્રતિબંધ લગાવાયો છે.
જાહેરનામું પ્રસિદ્ધ
ગણેશ ઉત્સવને લઈને પોલીસ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી પ્રતિમાના સ્થાપના પર પ્રતિબંધ મુકાયો છે તથા 9 ફૂટની વધુની ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ લગાવાયો છે. જો કે  માટીની ગણેશ પ્રતિમાનું સ્થાપન ગણેશ ભક્તો કરી શક્શે.
પોલીસના પરિપત્રમાં શું  છે ?
પોલીસ પરિપત્ર મુજબ  9 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા,વેચવા,સ્થાપના પર પ્રતિબંધ છે. ઉપરાંત POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી પ્રતિમાનું સ્થાપન નહીં કરી શકાય અને 5 ફૂટથી ઊંચી POP કે ફાયબરની મૂર્તિ બનાવવા કે વેચવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
 માટી- POPની મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં જ વિસર્જન કરી શકાશે
ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનું રહેશે તથા  માટી- POPની મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં જ વિસર્જન કરી શકાશે.  પોલીસ મંજૂરી સિવાયના ઓવારા પર મૂર્તિ વિસર્જન નહીં કરી શકાય તેમ પણ પરિપત્રમાં જણાવાયુ છે.  મૂર્તિઓની બનાવટ કે વેચાણ સ્થળે ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવું પડશે બનાવટ કે વેચાણ દરમિયાન ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં નહીં મુકી શકાય અને  ધાર્મિક લાગણી દુભાય તેવા ચિન્હોનો કે નિશાન વાળી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિસર્જન બાદ તમામ પંડાલો એક જ દિવસથી વધુ સમય નહીં રાખી શકાય તેમ પણ પરિપત્રમાં જણાવાયું છે.
Tags :
Advertisement

.

×