Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SABARKANTHA : લોકસભા ચૂંટણી પહેલા જિલ્લાનું વહીવટી તંત્ર થયું સતર્ક 

સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વ તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નૈમેષ દવેની અધ્યક્ષતા માં કલેકટર કચેરી સભાખંડમાં વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.જેમાં ચૂંટણીલક્ષી  ચર્ચાઓ કરવામાં આવી હતી. નોડલ અધિકારીઓને સંબોધતા ચૂંટણી અધિકારી...
sabarkantha   લોકસભા ચૂંટણી પહેલા જિલ્લાનું વહીવટી તંત્ર થયું સતર્ક 
Advertisement

સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વ તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નૈમેષ દવેની અધ્યક્ષતા માં કલેકટર કચેરી સભાખંડમાં વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.જેમાં ચૂંટણીલક્ષી  ચર્ચાઓ કરવામાં આવી હતી.

Advertisement

નોડલ અધિકારીઓને સંબોધતા ચૂંટણી અધિકારી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારી પૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી.

Advertisement

આ ઉપરાંત ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી. આ બેઠક જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા લોકસભા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીશ્રીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ, મેનપાવર મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ,ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ,કોમ્પ્યુટરરાઇજેશન સાયબર સિક્યુરીટી અને આઇ.ટી, એમસીએમસી, ઇવીએમ મેનેજમેન્ટ,કમ્પલેન રીડ્રેસલ અને હેલ્પલાઇન,પરસન્સ વીથ ડિઝાબીલીટીસ તેમજ મતદાર જાગૃતિ અભિયાન અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા,નાયબ ચૂંટણી અધિકારીશ્રી સહિત અન્ય નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ -  યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો -- છોટાઉદેપૂર : અનુસૂચિત જાતિ મોરચા તથા મેડિકલ સેલ દ્વારા મહિલા મેડિકલ કેમ્પ યોજાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×