Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: પ્રાથમિક શાળામાં પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને લઈને વિવાદ

અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કીમોજ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી પ્રજ્ઞાચક્ષુ શિક્ષક આખી સ્કૂલ ચલાવી રહ્યા છે. જેને લઇને પ્રજ્ઞાચક્ષુ શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ કેવી રીતે આપી શકે તેવા પ્રશ્નોને લઈને વિવાદ ઉભો થયા હતા....
bharuch  પ્રાથમિક શાળામાં પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને લઈને વિવાદ
Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કીમોજ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી પ્રજ્ઞાચક્ષુ શિક્ષક આખી સ્કૂલ ચલાવી રહ્યા છે. જેને લઇને પ્રજ્ઞાચક્ષુ શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ કેવી રીતે આપી શકે તેવા પ્રશ્નોને લઈને વિવાદ ઉભો થયા હતા. આખરે શિક્ષણ સમિતિના ચેરમેન અને શિક્ષણ અધિકારીએ વ્યવસ્થાપક શિક્ષક તરીકેની નિમણૂકની સાથે વધુ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે.

Advertisement

જંબુસર તાલુકાના કીમોજ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી સમગ્ર સ્કૂલનું સંચાલન સંગીતના શિક્ષક અને તે પણ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક શિક્ષણ પણ પૂરું પાડી રહ્યા હોય છે. અને ગામમાંથી જ એક બહેનના સહારે વિદ્યાર્થીઓને શિક્ષણનો આપી રહ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં સારું શિક્ષણ મળી રહે તે માટે પ્રાથમિક શાળાના સંગીત વિષયના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક કે જેઓ પોતે આચાર્ય તરીકે સેવા આપી રહ્યા હોય છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરતું ન મળતું હોય અને ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા ન જોતા હોવાની ચર્ચાઓ વચ્ચે ગામના જ કેટલાક લોકોએ સમગ્ર મામલો મીડિયાના સરણે પહોંચાડ્યો હતો.

Advertisement

કીમોજ ગામની પ્રાથમિક શાળામાં પ્રજ્ઞાચક્ષુ શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ કેવી રીતે આપી શકે તે મુદ્દાને લઇ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી કે એફ વસાવા અને શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંધા દ્વારા તાત્કાલિક શાળામાં વ્યવસ્થાપક શિક્ષક તરીકે રાહુલ પટેલની નિમણુકખી કરવામાં આવી છે અને હજુ વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે માટે વધુ 2 શિક્ષકો ફાળવવામાં આવનાર છે. દેવલા ગામે ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોનો અભાવ હોવાના પ્રકરણમાં શિક્ષકની નિમણૂકિ કરવામાં આવનાર છે. પરંતુ કીમોજ ગામની ઘટનાને લઇ એક અદભુત દ્રશ્યો પણ સર્જાયા છે.

છેલ્લા ઘણા સમયથી કીમોજ ગામની પ્રાથમિક શાળા પ્રજ્ઞાચક્ષુ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવવા માટે આત્મનિર્ભર હોય છે . તેમ ગામની જ એક બહેનનો સહારો લઈ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહ્યા હતા.

આ પણ વાંચો - Mahisagar જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકો રોજ મોતનો સફર કરે છે

Tags :
Advertisement

.

×