Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : ઇન્સ્ટાગ્રામે તો હદ કરી, સગીર યુવતીને યુવકે ભગાડી..

BHARUCH : ભરૂચ ( BHARUCH ) જીલ્લામાં સોશ્યલ મીડિયાના જમાનામાં વધતા જતા બળાત્કાર અને અપહરણના ગુનાઓમાં ઈન્સ્ટાગ્રામ સૌથી વધુ ખતરનાક સાબિત થતું હોય તેમ યુવક વિસ્તારની સગીરા સાથે ઈન્સ્ટાગ્રામમાં પરિચયમાં આવતા યુવક સગીરાને ભગાડી જતા સગીરા સાથે રહેલા મોબાઈલના લોકેશનના...
bharuch   ઇન્સ્ટાગ્રામે તો હદ કરી  સગીર યુવતીને યુવકે ભગાડી
Advertisement

BHARUCH : ભરૂચ ( BHARUCH ) જીલ્લામાં સોશ્યલ મીડિયાના જમાનામાં વધતા જતા બળાત્કાર અને અપહરણના ગુનાઓમાં ઈન્સ્ટાગ્રામ સૌથી વધુ ખતરનાક સાબિત થતું હોય તેમ યુવક વિસ્તારની સગીરા સાથે ઈન્સ્ટાગ્રામમાં પરિચયમાં આવતા યુવક સગીરાને ભગાડી જતા સગીરા સાથે રહેલા મોબાઈલના લોકેશનના આધારે ભરૂચ ( BHARUCH ) એ ડિવિઝન પોલીસ આરોપી અને ભોગ બનનારને લાવી વધુ બળત્કાર અને પોક્સોની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીર યુવતીને ભગાડી ગયો યુવક

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રોજગારી અર્થે આવેલ એક શ્રમિક પરિવાર સ્થાયી થયું હતું અને તેમના પરિવારમાં એક સગીરા ગુમ થઈ હોય જે અંગે અપહરણની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થઈ હતી અને સગીરાની શોધખોળની તપાસ કરી રહી હતી. ગુમ સગીરાના મોબાઈલનું લોકેશન દાહોદ તેના મૂળ વતનનું સામે આવતા ભરૂચ પોલીસે સગીરાના મોબાઈલ લોકેશનના આધારે દાહોદના વણભોઈ ગામના નિશાળ ફળિયામાં રહેતા ૧૯ વર્ષીય રિતેશ રમુ બારીયાના ઘરમાંથી ભોગ બનનાર અને ભગાડી જનાર ઝડપાઈ ગયા હતા.

Advertisement

ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવ્યા હતા

Advertisement

તપાસ દરમ્યાન સામે આવ્યું હતું ભોગ બનનાર રિતેશ બારીયા સાથે મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવતા બંને વચ્ચે ગાઢ મિત્રતા અને પ્રેમ સંબંધ હોવાનો ભાંડો ફૂટતા સગીરાની ઉંમર નાની હોય જેના પગલે ભોગ બનનાર અને ભગાડી જનાર રિતેશ બારીયા ને ઝડપી લાવી ભરૂચ બંનેના મેડિકલ પરીક્ષણ કરાવી નરાધમ સામે બળાત્કાર અને પોક્સોની કલમનો ઉમેરો કરી આરોપીને જેલ હવાલે કરાયો છે.

મોબાઈલમાં બાળકોને ઈન્સ્ટાગ્રામથી દૂર રાખવા માતા પિતા માટે જરૂરી

કોરોના કાળ બાદ ઓનલાઈને શિક્ષણે અનેક વાલીઓને ચિંતામાં મૂકી દીધા છે અને શિક્ષણના નામે બાળકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે અને ધણી વખત શિક્ષણ ના ના નામે ઓનલાઈન ફ્રી ફાયર ગેમ તથા ઈન્સ્ટાગ્રામ ,સ્નેપચેટ ના માધ્યમથી ઘણા બાળકો અજાણ્યા યુવકોના પરિચયમાં આવી જતા હોય છે અને અંતે સગીરાઓ અજાણ્યા યુવકો સાથે ભાગી જવા પણ મજબુર થતી હોય છે અને ભૂતકાળમાં આવા સંખ્યા બંધ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.ત્યારે વાલીઓ એ પણ બાળકોને વધુ પડતા મોબાઈલ આપવા જોખમ કારક સાબિત થઈ રહ્યા છે.

અહેવાલ :  દિનેશ મકવાણા

આ પણ વાંચો : Dahod માં જે લોકો મતદાન કરશે તેને આકર્ષક ઑફરનો મળશે લાભ

Tags :
Advertisement

.

×