Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : પોલીસ હેડક્વાર્ટરમાં જ પોલીસકર્મીએ લીધો પોતાનો જીવ, આવું કરવા પાછળનું કારણ જાણી ચોંકી જશો

BHARUCH : ભરૂચના ( BHARUCH ) પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાની પોલીસ ક્વાર્ટસમાં સર્વીસ ગનથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી ગઇ હતી.ઘટનના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ...
bharuch   પોલીસ હેડક્વાર્ટરમાં જ પોલીસકર્મીએ લીધો પોતાનો જીવ  આવું કરવા પાછળનું  કારણ જાણી ચોંકી જશો
Advertisement

BHARUCH : ભરૂચના ( BHARUCH ) પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાની પોલીસ ક્વાર્ટસમાં સર્વીસ ગનથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી ગઇ હતી.ઘટનના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

BHARUCH POLICE SUICIDE

BHARUCH POLICE SUICIDE

Advertisement

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી ક્યુઆરટી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટ વાળા ફરજ બજાવતા હતો. આજે બપોરના સમયે તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થતા મામલો ગરમાયો હતો તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવન લીલા સંકેલી લેતા દોડધામ મચી ગઇ હતી.

Advertisement

BHARUCH POLICE SUICIDE

BHARUCH POLICE SUICIDE

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સહિત એફએસએલ સહિતની ટીમોએ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી ડેથબોડીને પોસ્ટમોર્ટમ સિવીલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ ચલાવી છે.

અહેવાલ - દિનેશ મકવાણા 

આ પણ વાંચો : VADODARA : PM MODI ની ભવ્ય જીત માટે “બ્રહ્માશસ્ત્ર હવન”માં મરચાની વિશેષ આહુતિ

આ પણ વાંચો : Gujarat First Conclave 2024: ગુજરાત ફર્સ્ટના મંચ પર સી. જે. ચાવડા અને ઇન્દ્રવિજયસિંહ આવ્યા આમને-સામને

Tags :
Advertisement

.

×