Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : દેખાઈ ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, કિમોજ અને દેવલાની શાળામાં શિક્ષક મુકવા કરાયો આદેશ

ભરૂચમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા માટે મળી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા કિમોજ અને દેવલાની શાળાનો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હયું કે, એ શાળાઓમાં શિક્ષકોની અછત છે.  ગુજરાત ફર્સ્ટની ટીમને જાણવા મળ્યું હતું કે, કિમોજ શાળામાં એક...
bharuch   દેખાઈ ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર  કિમોજ અને દેવલાની શાળામાં શિક્ષક મુકવા કરાયો આદેશ
Advertisement

ભરૂચમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા માટે મળી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા કિમોજ અને દેવલાની શાળાનો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હયું કે, એ શાળાઓમાં શિક્ષકોની અછત છે.  ગુજરાત ફર્સ્ટની ટીમને જાણવા મળ્યું હતું કે, કિમોજ શાળામાં એક જ પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકના સહારે કામ ચલાવવામા આવી રહ્યું હતું, જેના કારણે 62 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ જણાતું હતું. વધુમાં દેવલાની શાળામાં પણ શિક્ષકોની અછતના કારણે વિધ્યાર્થીઓના ભાવિ જોખમે મુકાયા હતા.

પરંતુ ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર હવે જોવા મળી છે. શાળાઓમાં શિક્ષકની સમસ્યા તરફ હવે પ્રશાસનનું ધ્યાન પહોંચતા, પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા  કિમોજ અને દેવલાની શાળામાં શિક્ષક મુકવાનો આદેશ કરાયો છે. વધુમાં આ શાળાઓને તાત્કાલિક વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થા કરવાનો આદેશ અપાયો છે. દેવલાની શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક મૂકવાનો આદેશ કરાયો છે.

Advertisement

આમ હવે દેવલા અને કિમોજની  શાળાઓની પરિસ્થતિમાં સુધાર આવશે તેવું લાગી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે બંને શાળાના વિધ્યાર્થીઓના ભાવિ ઉજ્જવળ બનવા જઈ રહ્યા છે. આમ આ રીતે ગુજરાત ફર્સ્ટે સામાજિક જવાબદારી નિભાવી છે.

Advertisement

આ પણ વાંચો -- રાજકોટ સિવિલ હોસ્પિટલની કાબિલેદાદ કામગીરી

Tags :
Advertisement

.

×