Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHIKHAJI THAKOR : કોંગ્રેસમાં જોડાવવા અંગેની અટકળોનો આવ્યો અંત, ભીખાજી ઠાકોરે કર્યો આ ખુલાસો

BHIKHAJI THAKOR VIRAL MESSAGE : લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે અલગ અલગ રાજનીતિના દાવ-પેચ હવે દરેક રાજનૈતિક પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ભારે હલચલ જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા વડોદરાના...
bhikhaji thakor   કોંગ્રેસમાં જોડાવવા અંગેની અટકળોનો આવ્યો અંત  ભીખાજી ઠાકોરે કર્યો આ ખુલાસો
Advertisement

BHIKHAJI THAKOR VIRAL MESSAGE : લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે અલગ અલગ રાજનીતિના દાવ-પેચ હવે દરેક રાજનૈતિક પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ભારે હલચલ જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા વડોદરાના ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટએ પોતે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી પોતે ચૂંટણીમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી ત્યાર બાદ સાબરકાંઠા બેઠક ઉપરથી પણ કઈક એવા જ સમાચાર સામે આવ્યા હતા. લોકસભા ચૂંટણી માટે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ( BHIKHAJI THAKOR ) સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા 2024 ની લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો.

Advertisement

હવે ભીખાજી ઠાકોરને ( BHIKHAJI THAKOR ) લગતા બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભીખાજી ઠાકોરે ચૂંટણીમાંથી પીછેહઠ કર્યા બાદ હવે અરવલ્લીમાં  ભીખાજી ઠાકોરના નામે એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પહેલા એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે ભીખાજી ઠાકોર હવે ભાજપનો પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાઈ શકે છે, આ બાબતને લઈને જ ભીખાજી ઠાકોરનો ( BHIKHAJI THAKOR ) કોંગ્રેસમાં જોડાવાના હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

ભીખાજી ઠાકોરના કોંગ્રેસમાં જોડાવાના મેસેજના વાયરલ થતાં જ ભીખાજી એક્શનમાં આવ્યા હતા અને સમગ્ર બાબત અંગે ચોખવટ આપતા તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરી હતી. ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ખુલાસો કર્યો હતો કે હું ભાજપ છોડીને કોઈપણ અન્ય પક્ષમાં જોડાવાનો નથી અને કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા સમજવી. આમ ભીખાજીએ પોસ્ટ મુકતા કોંગ્રેસમાં જોડવાની અટકળોનો હવે અંત આવ્યો છે.

આ પણ વાંચો : ACCIDENT : ચોટીલા-રાજકોટ હાઇવે પર સર્જાયો જીવલેણ અકસ્માત, ત્રણ લોકોના મોત

Tags :
Advertisement

.

×