Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mansana: માણસાના દેલવાડા ગામે નિર્મમ હત્યા, ચોરીની શંકામાં યુવકને નિવસ્ત્ર કરીને ઢોર માર માર્યો

Mansana: ગુજરાતમાં અત્યારે અપરાધની ઘટનાઓ બની રહીં છે. માણસામાં પણ અત્યારે એક હત્યાનો કેસ સામે આવ્યો છે. માણસા (Mansana) તાલુકાના દેલનાડા ગામના અંબાજીવાસની નજીવી બાબતે એક યુવકનું હત્યા કરી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે અંબાજીવાસમાં ચોરીની શંકા રાખીને પહેલા...
mansana  માણસાના દેલવાડા ગામે નિર્મમ હત્યા  ચોરીની શંકામાં યુવકને નિવસ્ત્ર કરીને ઢોર માર  માર્યો
Advertisement

Mansana: ગુજરાતમાં અત્યારે અપરાધની ઘટનાઓ બની રહીં છે. માણસામાં પણ અત્યારે એક હત્યાનો કેસ સામે આવ્યો છે. માણસા (Mansana) તાલુકાના દેલનાડા ગામના અંબાજીવાસની નજીવી બાબતે એક યુવકનું હત્યા કરી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે અંબાજીવાસમાં ચોરીની શંકા રાખીને પહેલા યુવકને નગ્ન કરવામાં આવ્યો અને પછી તેને નનામી સાથે વડલે બાંધી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ બે ભાઈઓ ધોકા અને પથ્થરોના માર દ્વારા યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

દેલવાડા ગામના અંબાજીવાસની બની આ ઘટના

તમને જણાવી દઇએ કે, માણસા તાલુકાના દેલવાડા ગામના અંબાજીવાસમાં આ ઘટના બની હતી. અહીં બે ભાઈઓએ ગામના જ એક યુવકને મોતનો ઘાટ ઉતારી દીધો હતો. મળતી વિગતો પ્રમાણે એક વ્યક્તિ ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હોવાની શંકા રાખી તે યુવકને નગ્ન કરી નનામી સાથે બાંધી દીધો હતો. ત્યાર બાદને તેને વડલે બાંધીને ઢોર માર માર્યો હતો. જેથી તે યુવકનું ત્યા જ મોત થઈ ગયું હતું.

Advertisement

અજયજી મંગાજી ઠાકોર અને પ્રકાશજી મંગાજી ઠાકોર (હત્યાના આરોપીઓ)

Advertisement

પોલીસે બંને હત્યારા ભાઈઓ સામે કાર્યવાહી હાથ ધરી

મળતી વિગતો પ્રમાણે અજયજી મંગાજી ઠાકોર તથા તેના ભાઇ પ્રકાશ મંગાજીએ નવા ઠાકોરવાસના નાકે કાળાજી ઉર્ફે મોહનજી ઠાકોરને નગ્ન કરી નનામી સાથે વડલાના ઝાડ સાથે બાંધી લાકડાના ધોકા તથા પથ્થરોથી માર મારી કરપીણ હત્યા કરી નાખી હતી. બાદમાં નનામીને વડલાના ઝાડ સાથે બાંધી યુવકને ધોકા અને પથ્થરો મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ તાલિબાની સજાના બનાવના પગલે માણસા પોલીસે બંને હત્યારા ભાઈઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બન્ને ભાઈઓની પોલીસે કરી ધરપકડ

નોંધનીય છે કે, ચોરીની શંકા રાખીને એક યુવકનો માર્યો હોવાનો કેસ સામે આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, પોલીસે બન્ને ભાઈઓ અજયજી મંગાજી ઠાકોર અને પ્રકાશ મંગાજીની ધરપકડ કરી લીધી છે. આ સાથે બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસે આ મામેલ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ હત્યા ચોરીની આશાએ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Mehsana :અજાણ્યા શખ્સે બીભત્સ માંગણી કરતા કહ્યું, ‘મારી સાથે રિલેશનશીપ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ’

આ પણ વાંચો: ભરૂચમાંથી ઝડપાયો પાકિસ્તાની ISI Agent, ભારત સાથે કરી રહ્યો હતો ગદ્દારી

આ પણ વાંચો: Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 152મું અંગદાન, ત્રણ દર્દીઓને મળશે જીવનદાન

Tags :
Advertisement

.

×