Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CHHOTA UDEPUR : નસવાડીના જસ્કી ગામમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" આવી પહોંચતા કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરાયું

અહેવાલ - તોફીક શેખ  નસવાડીના જસ્કી ગામમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" આવી પહોંચતા કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. “વિશ્વ જમીન દિવસ”ની ઉજવણી નિમિત્તે ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતુ. "ધરતી કહે પુકાર કે" નાટક દ્વારા ખેડૂતોને...
chhota udepur   નસવાડીના જસ્કી ગામમાં  વિકસિત ભારત સંકલ્પ યાત્રા  આવી પહોંચતા કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરાયું
Advertisement
અહેવાલ - તોફીક શેખ 
નસવાડીના જસ્કી ગામમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" આવી પહોંચતા કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. “વિશ્વ જમીન દિવસ”ની ઉજવણી નિમિત્તે ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતુ. "ધરતી કહે પુકાર કે" નાટક દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ્ઞાન સાથે મનોરંજન પીરસવામા આવ્યુ હતુ.
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જસ્કી અને હરીપુરા ગામમાં આવી પહોંચતા તાલુકા પંચાયતના કારોબારી સભ્યો, તાલુકા પ્રમુખ, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ,પૂર્વ તાલુકા પ્રમુખ, જસ્કીના સરપંચ અને હરિપુરના સરપંચ હાજરીમાં બંને ગામોના લાભાર્થીઓને સહાય અને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તા-૫ ડિસેમ્બરના રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી નિમિત્તે ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Image preview
વિકસીત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર કુમકુમ તિલક કરી યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવી જણાવ્યું કે, છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચાડવા માટે આ રથ ગામે ગામ ફરી રહ્યો છે.  આ કાર્યક્રમમાં પુરવઠા શાખા દ્વારા ઉજવલા યોજના હેઠળ ગેસ કીટ, આઇસીડીએસ દ્વારા પોષણ કીટ અને આરોગ્ય ખાતા દ્વારા આયુષ્યમાન કાર્ડનાં લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
Image preview
"ધરતી કહે પુકાર કે" થીમ પર ગામની શાળાના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતું નાટક રજૂ કર્યું હતું. "મેરી કહાની, મેરી જુબાની" હેઠળ સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. જસ્કી અને હરીપુરા ગામમાં રાજય સરકારની મહત્વપૂર્ણ ગણાતી ૧૭ યોજનાની માહિતી જન જન સુધી પહોંચે તે હેતુથી કાર્યક્રમ સ્થળ પર સરકારના વિવિધ વિભાગના સ્ટોલ લગાવાય હતા. જેનો મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતો.

આ પણ વાંચો -- CHHOTA UDEPUR : માવઠાના કારણે હાલ ખેડૂતોને ખેતીમાં મોટા નુકસાનની ભીતિના ભણકારા વાગી રહ્યા છે

Advertisement
Tags :
Advertisement

.

×