કામરેજ ટોલનાકા પર કાર ચાલક અને ટોલ કર્મચારીઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
સુરતના કામરેજ ટોલનાકા પર ટોલ મામલે કારચાલક અને ટોલ કર્મચારીઓ સામસામે આવી ગયા હતા, અને બન્ને વચ્ચે મારામારી થઇ હતી. મારામારીની આ સમગ્ર ઘટના ત્યાં હાજર કેટલાક લોકોએ મોબાઈલના કેમેરામાં કંડારી લીધી હતી. સુરતના કામરેજ ટોલનાકા પર છુટાહાથની મારામારી થઈ હતી. કાર ચાલક અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ સામ-સામે આવી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ અહીં એક કાર ચાલક અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ટોલ બાબતે માથાકૂટ થઈ હતી અને વાત વણસી જતા છુટાહાથની મારામારી થઈ હતી.
મારામારીની આ સમગ્ર ઘટના ત્યાં હાજર કેટલાક લોકોએ મોબાઈલના કેમેરામાં કંડારી લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ ટોલનાકા પર છુટાહાથની મારામારી થતા અહીં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.


