Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, રાજકોટથી આ નામ કરાયું જાહેર

Congress Announced Another List : લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે (Congress) વધુ એક યાદી (List) જાહેર કરી છે. જણાવી દઇએ કે, ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) રાજ્યમાં બાકી રહેલી 4 બેઠકો પર પોતાના ઉમેદવારો (Candidate) ની જાહેરાત કરી દીધી છે.  ગુજરાત કોંગ્રેસે...
લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી  રાજકોટથી આ નામ કરાયું જાહેર
Advertisement

Congress Announced Another List : લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે (Congress) વધુ એક યાદી (List) જાહેર કરી છે. જણાવી દઇએ કે, ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) રાજ્યમાં બાકી રહેલી 4 બેઠકો પર પોતાના ઉમેદવારો (Candidate) ની જાહેરાત કરી દીધી છે.  ગુજરાત કોંગ્રેસે અમદાવાદ પૂર્વ, મહેસાણા, રાજકોટ અને નવસારી બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. આવો જાણીએ આ આર્ટિકલમાં આ 4 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ કોને ટિકિટ આપી છે.

કોંગ્રેસે ગુજરાતની બાકી રહેલી 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે જેમા કોંગ્રેસ પાર્ટીએ કુલ 24 બેઠકો પર પોતાના ઉમેદવારોને જાહેર કર્યા છે. ભાવનગર અને ભરૂચ બેઠકો પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાની તૈયારી કરી છે, જેમા AAP ના ઉમેદવારને ટિકિટ આપવમાં આવી છે. આજે કોંગ્રેસ પાર્ટીએ વધુ એક યાદી જાહેર કરી જેમા 4 બેઠકો અમદાવાદ પૂર્વ, મહેસાણા, રાજકોટ અને નવસારી છે. ખાસ કરીને રાજકોટ બેઠક પર કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે તે એક ચર્ચાનો વિષય બન્યો હતો. જેનો જવાબ હવે સામે આવી ગયો છે. જીહા, રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીએ પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. રાજકોટમાં ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદારનો જંગ જામશે. નોંધનીય છે કે, રાજકોટ બેઠક હાલમાં ચર્ચામાં છે. પરશોત્તમ રુપાલા નિવેદન બાદ સમગ્ર રાજ્યની નજર આ બેઠક પર ટકેલી છે. આ સિવાય અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ, મહેસાણાથી રામજી ઠાકોર અને નવસારી બેઠક પરથી નૈષધ દેસાઈને ટિકિટ આપી છે.

Advertisement

Advertisement

લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી

  • અમદાવાદ પૂર્વ - હિંમતસિંહ પટેલ
  • રાજકોટ - પરેશ ધાનાણી
  • મહેસાણા - રામજી ઠાકોર
  • નવસારી - નૈષેધ દેસાઇ

કોંગ્રેસે ગુજરાતની પેટાચૂંટણીના ઉમેદવારો પણ કર્યા જાહેર

  • વીજાપુર - દિનેશ તુલસીદાસ પટેલ
  • પોરબંદર - રાજુ ઓડેદરા
  • માણાવદર - હરિભાઈ કંસાગરા
  • ખંભાત - મહેન્દ્રસિંહ પરમાર
  • વાઘોડિયા - કનુભાઈ ગોહિલ

કોંગ્રેસે ગુજરાતમાં 5 બેઠકો પર યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. વિજાપુરમાંથી દિનેશભાઈ તુલસીદાસ પટેલ, પોરબંદરમાંથી રાજુભાઈ ભીમનભાઈ ઓડેદરા, માણાવદરમાંથી હરિભાઈ, ખંભાતમાંથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયામાંથી કનુભાઈ પુંજાભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો - જે રીતે ડાયનોસોર લુપ્ત થઇ ગયા તેવી જ રીતે Congress પણ… જાણો કોણે કરી આ ટિપ્પણી

આ પણ વાંચો - Rajkot : રાજકોટ બન્યું હોટ ફેવરેટ! પરશોત્તમ રૂપાલાનો વેગવંતી પ્રચાર, કોંગ્રેસ હાલ પણ અસમંજસમાં!

Tags :
Advertisement

.

×