Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: દેશભરમાં વધી રહ્યું છે ધર્મ પરિવર્તનનું ષડયંત્ર, ભોગ બનેલી દીકરીઓએ જણાવી આપવીતી

Ahmedabad: ભારત સહિત વિશ્વભરમાં અત્યારે ધર્મ પરિવર્તન કરવાના ષડયંત્રો ચાલી રહ્યા છે. ત્યારે ભારતના કેરળમાં પણ ઘણી મહિલોઓ આનો શિકાર બની હતી. માઈન્ડ વોશ દ્વારા ધર્મ પરિવર્તનનો ભોગ બનેલી બહેનો વિશ્વ ઉમિયા ધામ ખાતે આવી હતી. ઉલ્લેખનીય છે કે, વિશ્વ...
ahmedabad  દેશભરમાં વધી રહ્યું છે ધર્મ પરિવર્તનનું ષડયંત્ર  ભોગ બનેલી દીકરીઓએ જણાવી આપવીતી
Advertisement

Ahmedabad: ભારત સહિત વિશ્વભરમાં અત્યારે ધર્મ પરિવર્તન કરવાના ષડયંત્રો ચાલી રહ્યા છે. ત્યારે ભારતના કેરળમાં પણ ઘણી મહિલોઓ આનો શિકાર બની હતી. માઈન્ડ વોશ દ્વારા ધર્મ પરિવર્તનનો ભોગ બનેલી બહેનો વિશ્વ ઉમિયા ધામ ખાતે આવી હતી. ઉલ્લેખનીય છે કે, વિશ્વ ઉમિયા ધામ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. કેરળની 5 બહેનોએ તેમની સાથે થયેલી આપવીતી મીડિયા સમક્ષ રજુ કરી હતી. આ મહિલાઓએ અન્ય યુવતીઓને જાગ્રત કરવા પોતે થયેલી યાતનાઓની વાત કરી હતી.

Conspiracy to Convert Religion

Ahmedabad

Advertisement

આ મહિલાઓ જણાવ્યું હતું કે, અમે સનાતન ધર્મનું પાલન કરીએ છીએ અને આર્ષ વિદ્યા સમાજમ ફાઉન્ડરના આચાર્યજી સાથે જોડાઈને અલગ અલગ વિષય ભણાવીએ છીએ. કેરાલામાં નહીં પરંતુ બધી જગ્યાએ બ્રેઇન વોશ કરવામાં આવે છે. તેના માટે અમારે મહિલાઓને સમજ આપવાનું અને સનાતન ધર્મ વિશે સાચી સમજ આપવાનું મુખ્ય કામ કરીએ છીએ. આ મહિલાઓએ મા ઉમિયાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ મહિલાઓમાં શ્રુતિ જેઓ શિક્ષિકા છે, શાંતિકૃષ્ણા જેઓ નર્સ છે, અનધા જે ફિજીયોથેરાપોસ્ટ છે, અનુષા કે જેઓ વૈજ્ઞાનિક છે અને વૈશાલી જેઓ કંપનીમાં કામ કરતા હતા.તેમની સાથે આ બ્રેઇન વોશ કરવામાં આવ્યું હતું. આ સાથે આર્ષ વિદ્યા સમાજમના ફાઉન્ડર આચાર્ય શ્રી કે.આર. મનોજ પણ આવ્યા હતા. તેમને પણ દેશમાં ચાલતા આ ષડયંત્ર (Conspiracy) વિશે માહિતી આપી હતી.

Advertisement

Conspiracy to Convert Religion

Ahmedabad

આ કાર્યક્રમ ઉપક્રેમ વિશ્વ ઉમિયા ધામના ઉપપ્રમુખ દીપકભાઈ પટેલએ જણાવ્યું હતું કે, લવ જેહાદ જેવા ષડયંત્રો (Conspiracy) વિરૂદ્ધ વિશ્વ ઉમિયા ધામ પણ કાર્ય કરી રહ્યું છે.વિશ્વ ઉમિયા ધામનો મુખ્ય હેતું એ છે કે, લવ જેહાદ જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેની જાણ સમાજની દીકરીઓને કરવી, દીકરીઓને તેના વિશે સમજ આપવી અને સમજાવવું કે તેના થઈ બચીને રહે.આ સાથે બીજો ઉદ્દેશ્ય એ છે કે, જે દીકરીઓ આ લવ જેહાદના ષડચંત્રમાં ફસાઈ છે તેને બહાર લાવવી. આવી દીકરીઓને સમાજ કે મા-બાપ પાછા સ્વીકારતા નથી તેના માટે વિશ્વ ઉમિયા ધામ તેના પરિવારને સમજાવે છે. આ બાબતે વિશ્વ ઉમિયા ધામ દીકરીઓને તમામ પ્રકારની મદદ કરશે.

Umiya Dham Ahmedabad

Ahmedabad

ધર્મ પરિવર્તન માટે કરવામાં આવતા બ્રેઈન વોશનો શિકાર બનેલી વિશાલી શેટ્ટી જે પહેલા આઈટીમાં કામ કરતા હતા અને અત્યારે આર્ષ વિદ્યા સમાજને લાઈફ ટાઈમ વર્કર તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યું કે, 1999માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જે સનાતન ધર્મનો પ્રચાર કરે છે. વિશાલી શેટ્ટી આર્ષ વિદ્યા સમાજન વિશે જાણકારી આપતા કહ્યું કે, અમે પહેલા ઇસ્લામ વિચારમાં માનવા લાગ્યા હતા અને હવે પાછા સનાતમના આવી ગયા છીએ. અત્યારે ભારતમાં જે ધર્માતરણનું ષડયંત્ર ચાલી જે ખુબ જ વધી ગયું છે. ધર્માતરણ માત્ર લવ જેહાદ દ્વારા કરવામાં નથી આવતું, તે તો માત્ર તેનો એક ભાગ છે. જેમાં માત્ર છોકરીઓ જ નહીં પરંતુ હિંદુ છોકરાઓનું પણ ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવે છે.

Conspiracy to Convert Religion

Ahmedabad

વિશાલી શેટ્ટી વધુમાં કહ્યું કે, આ લોકો પહેલા આપણે ટાર્ગેટ કરે છે. મતલબ કે તેઓ આપણું બ્રેઈન વોશ કરી દેતા હોય છે. આ લોકો આપણા બાળકોને ધર્મને લઈને એવા સવાલો કરે છે કે, તેનો આપણાં બાળકો પાસે કોઈ જવાબ નથી હોતો. ત્યાર બાદ તેઓ તેમના ધર્મ વિશે એવી વાતો જણાવશે કે જેનાથી આપણા બાળકોમાં ભ્રમણા ભરાઈ જશે અને તેમના ધર્મ પ્રત્યે આકર્ષાઈ જશે. હું આજથી સાત-આઠ વર્ષ પહેલા આઈટી કંપનીમાં કામ કરતી હતી ત્યારે મારી સાથે ધર્મ પરિવર્તનનો આ બનાવ બન્યો હતો. જે લવ જેહાદ નહોતો પરંતુ તે આઈડિયોલોજિકલ હતો જે મારા સહકર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તે લોકો મને હિંદું ધર્મ વિશે સવાલો પૂછવા લાગ્યા પહેલા તો હું મારી રીતે લોજીકલ જવાબો આપતી હતી. પછી આ લોકોના સવાલો વધી ગયા એટલે હું પણ વિચારવા લાગી હતી. કારણ કે, મારી પાસે આપવા માટે કોઈ જવાબ નહોતા. પછી હિંદુ તરીકેનું મારૂ સ્વાભિમાન ઘટવા લાગ્યું એટલે તેઓએ મને ઇસ્લામની વાતો કરવાનું શરૂ કર્યું હતું.

Conspiracy to Convert Religion

Ahmedabad

વધુમાં વિશાલી શેટ્ટીએ કહ્યું કે, જે રીતે એ લોકોએ મારી સામે ઇસ્લામની વાતો કરી તેથી મને એવું લાગ્યું કે, હિંદુ ધર્મ ખોટો છે અને હું ઇસ્લામ તરફ આકર્ષાવા લાગી હતી. મને તેમના ધર્મના વીડિયો અને ડોક્યુમેન્ટ બતાવવામાં આવ્યા જે કુરાનને લગતા નહોતા પરંતુ તેમના લોકો દ્વારા નિર્ધારિત કરેલા હતા. હું હજી ધર્મ પરિવર્તન કરૂ તે પહેલા જ મારા પરિવારે મને આર્ષા વિદ્યા સમાજમ મોકલી અને મારુ અહીં કાન્સલિંગ કરવામાં આવ્યું. અહીં આવ્યા બાદ થોડા જ સમયમાં મને ખબર પડી કે, હું ખોટા રસ્તે જઈ રહી હતી. એટલે પછી હું આપણા ધર્મ સનાતનમાં પાછી આવી ગઈ હતી.

Conspiracy to Convert Religion

Ahmedabad

આ દરમિયાન આ ધર્મ પરિવર્તન ષડયંત્ર વિશે વિગત આપતા શ્રુતિએ કહ્યું કે, હું શિક્ષક છું અને મારી સાથે 11 વર્ષ પહેલા મારી સહેલીઓના કારણે તેનો ભોગ બની હતી. હું લિગલી રીતે ધર્મ પરિવર્તન કરવા માટે પહોંચી ગઈ હતી અને મારે ત્યારે મારૂ નામ બદલીને રહેમત નામ રાખી લીધું હતું. હું પહેલેથી જ ઘરે બધાને સવાલો પૂછતી હતી. આપણો જન્મ કેમ થયો છે અને આપણે કેમ આટલા બધા દેવતાઓની પૂજા કરીએ છીએ. આટલા બધી રીતિ રિવાજો કેમ પાળીએ છીએ? તેની પાછળના કારણો વિશે પૂછતી હતી પરંતુ મને તેના કોઈ જવાબ મળતી નહોતા. મને એવું કહેવામાં આવતું કે, આપણા પૂર્વજો અનુસરતા હતો તો આપણે પણ અનુસરવાનું છે.

Conspiracy to Convert Religion

Ahmedabad

શ્રુતિએ વધુમાં કહ્યું કે, મને મારા ધર્મનું જ્ઞાન ના મળ્યું એટલે હું મારી સહેલીઓ દ્વારા કરવામાં આવેલ ઇસ્લામિક વિચારોથી પ્રભાવિત થવા લાગી હતી. મારા ક્લાસમાં સૌથી વધારે મુસ્લિમ છોકરીઓ હતી. આ મુસ્લિમ છોકરીએ પહેલા મને સવાલ પૂછવાનું શરૂ કર્યું હતું. અમે જે રીતે ધર્મ પરિવર્તનના ષડયંત્રનો ભોગ બન્યા તે કહાણી કેરલા સ્ટોરીમાં બતાવવામાં આવી છે.

ઇસ્લામમાં અમને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરતા: શ્રુતિ

વધુમાં શિક્ષિકા શ્રુતિએ જણાવ્યું કે, તે લોકો કહેતા કે તમે કેમ વાંદરા (હનુમાન)ની પૂજા કરો છો? કેમ તમારા દેવતાને (ગણેશજી) હાથીનું મોઢું છે? તે દેવતા છે કે, જાનવર છે? આવું કહીને દેવતાઓની વાત કરવામાં આવતી. તમે કેમ પથ્થરોની પૂજા કરો છો? આવા સવાલો કરીને અમારુ બ્રેઈન વોશ કરવામાં આવતું હતું. તેઓ હંમેશા ઇસ્લામમાં અમને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરતા હતા. પહેલા તો મારો ધર્મ પરિવર્તન કરવાનો કોઈ વિચાર નતો હું ખાલી જાણવા માંગતી હતી. પછી એ લોકોએ મને વધારે ઇસ્લામિક વાતો શરૂ કરી અને અલ્લા દંડ કરશે એવો ડર બતાવવા લાગ્યા હતા. પછી મને મારા પરિવારથી પણ નફરત થવા લાગ્યો હતો. એકવાર મે મારી માતાને મારી પણ હતીં.

શ્રુતિએ કહ્યું, મને દરેક જગ્યાએથી અલગ અલગ જવાબો મળતા

મે બીજા ધર્મો વિશે જાણવાનું શરૂ કર્યું પરંતુ મને ક્યાય સરખો જવાબ મળ્યો નહોતો. મને દરેક જગ્યાએથી અલગ અલગ જવાબો મળતા હતા. પરંતુ ઈસ્લામ વિશે મને એક જ પ્રકારના જવાબો મળી આવ્યા હતા. આથી તેમણે મને એવું કહ્યું કે, તમારા ધર્મમાં એક્તા નથી અમારામાં જો કેટલી એક્તા છે? આવી રીતે મને સમજાવવા લાગ્યા. અને હું તેમના તરફ વધારે આકર્ષિત થવા લાગી હતી. પછી મને લીગલી મુસ્લિમ થવા માટે કહેવામાં આવ્યું કે, જેથી હું બુર્ખો પહેરુ અને હિજાબ પહેરી એક સાચી મુસ્લિમ બની જાઉં.

વિદ્યા સમાજન કોઈ પણ ધર્મનો વિરોધ નથી કરતું

આર્ષ વિદ્યા સમાજમ ફાઉન્ડર આચાર્ય શ્રી કે .આર. મનોજે કહ્યું કે,આ વિદ્યા સમાજન કોઈ પણ ધર્મનો વિરોધ નથી કરતું. કારણ કે, તે પણ આપણાં ભાઈ-બહેન સમાન છે. પરંતુ અમારી લડાઈ માત્ર તેમના ખોટા આશયથી છે જે માનવને દેશ વિરૂદ્ધ અને સમાજ વિરુદ્ધ બનાવે છે. આ સંસ્થા 6 પ્રકારના બ્રેઈન વોશ થાય છે તેના વિરૂદ્ધ કાર્ય કરે છે. જેમાંથી આપણાં જ ધર્મમાં જે અંધશ્રદ્ધાની ગેરસમજ ફેલાવામાં આવે છે તેના વિરૂદ્ધ કામ કરવાનું છે. અમે અત્યાર સુધી 7,500થી વધારે લોકોને સનાતન ધર્મમાં પાછા લાવ્યા છે અને પરિવાર સાથે મિલન કરાવ્યું છે. અમે એટલા માટે આ લોકોને પાછા લાવીએ છીએ કે, આ લોકો ઇસ્લામિક ધર્મમાં ગયા પછી આતંકવાદી પ્રવૃતિઓ સાથે સંકળાવા લાગે છે. માત્ર કેરળમાંથી છેલ્લા વર્ષોમાં 100થી વધું લોકો આઈએસઆઈએસમાં ગયા હતા. તેમાંથી આજે પણ 4 મહિલાઓ અફઘાન જેલમાં બંધ છે.

આ પણ વાંચો: પોતાની જ ક્લિનિકમાં કર્યું suicide, સ્યુસાઈડ નોટમાં લખ્યું, ‘પત્ની, સાળી અને સાળાએ..’

આ બાબતે વધુ જાણકારી આપતા કહ્યું કે, લવ જેહાદના કારણે કેરળમાંથી 60 છોકરીઓએ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યાઓ ખરેખર આત્મહત્યા હતી કે, મર્ડર હતું તે પણ હજુ નક્કી નથી થયું. આ ષડયંત્ર ના માત્ર કેરળ કે ભારતની સમસ્યા છે પરંતુ આ વિશ્વભરમાં ચાલી રહ્યું છે. આનો ઉકેલ લોકો જાગૃત થશે તો જ આવશે બાકી નહીં આવે. અને આ જ આર્ષ વિદ્યા સમાજમ તેમના માટે કાર્ય કરી રહ્યું છે. અફધાનિસ્તાનમાં જે છોકરીઓ ગઈ હતી તે લવ જેહાદનો ભોગ બની હતી. જે કેરલા સ્ટોરીમાં બતાવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×