ગેરકાયદેસર ડ્રાઈવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા કૌભાંડનો સાયબર ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ
અહેવાલ - પ્રદિપ કચીયા
અમદાવાદ સાયબર ક્રાઇમે ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એ RTO ની મિલી ભગતથી ચાલતા આ કૌભાંડમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ટેકનિકલ છેડછાડ કરીને લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા.
RTO માં લાયસન્સને લઈને ચાલતી લાલિયાવાડી દૂર કરવા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જોકે, ટ્રેક ટેસ્ટ પાસ કરવી અઘરી બનતા કેટલાક લોકોએ શોર્ટ કટમાં બારોબાર લાયસન્સ મેળવવાનો કારસો રચ્યો. અને ગાંધીનગર RTO માં ફરજ બજાવતા બે RTO અધિકારીઓની મીલીભગતથી એજન્ટોએ ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ ઇસ્યુ કરાવી આપવાના કૌભાંડની શરૂઆત કરી. આરોપીઓ 10 હજાર રૂપિયામાં એક લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા. જોકે RTO ના અધિકારીને આ બાબતની જાણ થતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસ એ તપાસ કરી એ RTO સમીર રતનધારિયા, જયદીપસિંહ ઝાલા અને એજન્ટ ભાવીન શાહની ધરપકડ કરી છે.
આરોપીઓની પૂછપરછમાં સામે આવી છે કે, અત્યાર સુધીમાં તેઓએ આ રીતે નવ લાયસન્સ ઇસ્યુ કરાવી આપ્યા છે. આરોપીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓમાં ટેસ્ટ લીધા વગર જ લાયસન્સ કરાવી આપતા હતા. ટેકનિકલ છેડછાડ કરીને તેઓ લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા. છેલ્લા એક વર્ષથી તેઓ આ રીતે લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હોવાનું સામે આવ્યું છે. જેમાં એજન્ટ ભાવીન શાહ અરજદારોને લઈ આવતો હતો. અને ઓનલાઇન અરજી કરાવી તેની વિગતો અન્ય બે આરોપીઓને આપતો હતો. પોલીસ એ હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આરોપીઓએ કોને કોને લાયસન્સ આપ્યા છે તે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, તપાસ દરમિયાન અન્ય કેટલાક એજન્ટોની પણ ધરપકડ થઈ છે.
આ પણ વાંચો – Iskcon Bridge Accident Case પ્રજ્ઞેશ પટેલને હાલ જેલમાં જ રહેવું પડશે, 3 ઓગસ્ટે જામીન પર હાથ ધરાશે સુનાવણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ



