Dabhoi: દર્ભાવતી નગરીના પ્રાચીન ગઢ ભવાની મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢી શસ્ત્ર પૂજન કર્યું
અહેવાલ - પિન્ટુ પટેલ , ડભોઇ
આજરોજ ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી પર્વના દસમા દિવસે દર્ભાવતી નગરીનું પ્રાચીન ગઢ ભવાની મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢી શસ્ત્ર પૂજન કર્યું હતું.જેમાં ડભોઇ નગર અને તાલુકાનાં ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ શોભાયાત્રા દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા તલવારબાજીના અવનવા કરતબો બતાવી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પુરા ગુજરાત ભરમાં આજના દિવસ ક્ષત્રિય સમાજ દ્વારા પોતાના વારસાગત રહેલા શસ્ત્રોનું પૂજન કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજરોજ ડભોઇ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દર્ભાવતિ નગરીના પ્રાચીન ગઢભવાની માતાના મંદિરેથી જય રજપુતાના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં ૭૦૦ થી વધારે ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા.એટલું જ નહીં આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેશ મહેતા હાજર રહ્યા હતા.આ શોભાયાત્રા ડભોઇ ગઢભવાની માતાજી મંદિરેથી નીકળી વકીલ બંગલો,ભારત ટોકીઝ લાલ બજાર ટાવર,વડોદરી ભાગોળ થઈ ડભોઇ થરાવાસા ચોકડી પાસે પહોંચી હતી.વર્ષોની પરંપરાગત રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજા કરી હતી.જેમાં થરવાસા ચોકડી પાસે ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપ સિંહજીની પ્રતિમાની ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
આ શસ્ત્ર પૂજા માં નરેન્દ્રસિંહ અટોદરીયા,કિરીટસિંહ અટોદરીયા,રઘુવીર સિંહ ચાવડા ડભોઇ પીઆઇ શૈલેન્દ્રસિંહ વાઘેલા,અનમોલસિંહ જાદવ,કુલદીપ અંબાલિયા કર્ણરાજસિંહ સહિત ડભોઇ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો શસ્ત્ર પૂજા માં જોડાયા હતા.એટલું જ નહિ ડભોઇ ટાવર પાસે ક્ષત્રિય સમાજ દ્વારા તલવારબાજીના અવનવા કરતબો બતાવવામાં આવ્યા હતા.જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને લોક ટોળા જામ્યા હતા.
આ પણ વાંચો – Dahod : સગીરને ગંદી ગાળો આપી પટ્ટા ફટકારનારા PI અને પોલીસ સ્ટાફ સામે FIR
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


