દ્વારકા બાદ હવે સોમનાથમાં પણ દાદાનું ચાલ્યું બુલડોઝર
સોમનાથમાં આજે ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. આજરોજ આમ સોમનાથ ખાતે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલા મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા છે, જેમાં 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડાનો સમાવેશ થાય છે. વધુમાં મંદિરની પાછળના ભાગે આવેલી સરકારી જમીન ખાલી કરવામાં આવી છે.
સોમનાથ ખાતે આ દબાણ હટાવવા માટેની કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી. રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો ગોઠવવામાં આવ્યો હતો. દબાણ હટાવાથી અંદાજે 17 વીઘા જેટલી જમીન ખુલ્લી થશે. ડિમોલિશન કાર્યવાહી સમયે SOG, LCB તેમજ GRD મળી 500 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.
થોડા મહિના પહેલા પણ કરાઇ હતી કાર્યવાહી
થોડા મહિના પહેલા સોમનાથ મંદિર નજીકની 13000 ચો.મી. સરકારી જમીન પર વર્ષોથી પેશકદમી સાથે મોટા ભંગારના ડેલા સહિત કાચા પાકા દબાણો થયેલા હતા. આ દબાણો ખુલ્લા કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી
સોમનાથ પહેલા અગાઉ કૃષ્ણ નગરી દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી . જેમાં હર્ષદ, નાવદ્રા અને ભોગાતમાં દબાણો દુર કરવામાં આવ્યા હતા. જો વિગતે વાત કરીએ તો કુલ 100 જેટલા રહેણાંક દબાણો,30 કોર્મશિયલ અને બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણો દુર કરીને 66 હજાર સ્કવેર જગ્યા ખાલી કરવામાં આવી હતી.
આ પણ વાંચો -- સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી દ્વારા યોજાઇ ઐતિહાસિક અને ભવ્ય તિરંગાયાત્રા
આ પણ વાંચો -- PM મોદીના વતન વડનગરથી અયોધ્યા નીકળેલ પદયાત્રાનું ખેરાલુમાં આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ અને રહો અવગત તામ્ર પણ