Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દાહોદ: માણેકચોક વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 4 લોકોને કચડી નાખ્યા

અહેવાલ - સાબીર ભાભોર, દાહોદ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ચોતરફ દારૂનો વેપાર ધમધમી રહ્યો છે. દારૂનુ સેવન કરનારા નશામાં ધૂત થઈ બેફામ વાહનો હંકારતા પણ જોવા મળે છે. અને નશામાં ધૂત થઈને લથડતાં જઈને જતા લોકો પણ જોવા મળે છે....
દાહોદ  માણેકચોક વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 4 લોકોને કચડી નાખ્યા
Advertisement

અહેવાલ - સાબીર ભાભોર, દાહોદ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ચોતરફ દારૂનો વેપાર ધમધમી રહ્યો છે. દારૂનુ સેવન કરનારા નશામાં ધૂત થઈ બેફામ વાહનો હંકારતા પણ જોવા મળે છે. અને નશામાં ધૂત થઈને લથડતાં જઈને જતા લોકો પણ જોવા મળે છે.

Advertisement

ત્યારે એવું થાય છે કે ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કે ખાલી કહેવા પૂરતી દારૂબંધી છે. આનું જ ઉદાહરણરૂપ ઘટના દાહોદ શહેર માં મોડી રાત્રે જોવા મળી કે જ્યાં રાત્રીના સમયે લોકો ફરવા માટે નીકળતા હોય છે.

Advertisement

તેવા સમયે માણેકચોક વિસ્તાર માં દારૂના નશામાં ધૂત ઈકો કારના ચાલકે રસ્તાની બાજુમાં ઉભેલા ચાર લોકોને કચડી નાખી બાજુમાં આવેલ પાનના ગલ્લાને અને એક મોપેડનો પણ ખુરદો બોલાવી દીધો હતો. અકસ્માત સર્જાતા આસપાસથી લોકો દોડી આવતા કારમાં સવાર ત્રણ યુવકો પૈકી બે યુવકો ફરાર થઈ ગયા હતા. જ્યારે એક યુવક લોકોના હાથે ઝડપાઈ જતાં લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.

ઈજાગ્રસ્ત ચારેય યુવકોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાંથી બે યુવકોની હાલત વધુ ગંભીર જણાતી હતી. ઘટનાની જાણ પોલીસને કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર ચલાવનાર યુવક ને તેમજ કારને પોલીસ મથકે લઇ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો - હિમાલયમાં નિશુલ્ક માઉન્ટેનિયરીંગ કોર્સનું આયોજન કરાયું

Tags :
Advertisement

.

×