Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DAHOD : દિવાળી ટાણે જ માતા - પિતા અને પુત્રનુ જીવલેણ માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું

અહેવાલ - સાબીર ભાભોર ગરબાડા તાલુકાના જેસાવાડા નજીક પીકઅપ ચાલકે બાઈક સવાર પરિવારને ટક્કર મારતા પતિ પત્નિ અને પુત્રનુ ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે બાળકીને ગંભીર ઈજાઓ થવા પામી છે. ગરબાડા તાલુકાના છરછોડા ગામના પવાભાઈ પરમાર બાઈક ઉપર પત્ની...
dahod   દિવાળી ટાણે જ માતા   પિતા અને પુત્રનુ જીવલેણ માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું
Advertisement
અહેવાલ - સાબીર ભાભોર
ગરબાડા તાલુકાના જેસાવાડા નજીક પીકઅપ ચાલકે બાઈક સવાર પરિવારને ટક્કર મારતા પતિ પત્નિ અને પુત્રનુ ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે બાળકીને ગંભીર ઈજાઓ થવા પામી છે.
ગરબાડા તાલુકાના છરછોડા ગામના પવાભાઈ પરમાર બાઈક ઉપર પત્ની તેમજ તેમના પુત્ર અને પુત્રી સાથે રાત્રીના સમયે જેસાવાડા તરફ જઈ રહ્યા હતા, તે સમયે જેસાવાડા નજીક કાળિયા ડુંગરી વળાંક પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર  પતિ પત્નિ તેમજ 10 વર્ષીય પુત્રનુ ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતુ.
આ જીવલેણ અકસ્માતમાં પુત્રી સેજલનો બચાવ થયો હતો પરંતુ, તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, બનાવને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે દાહોદની ઝાયડસ હૉસ્પિટલ ખાતે તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. વધુમાં જેસાવાડા પોલીસ ઘટના સ્થળે આવી ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળીના તહેવારને લઈ ખુશીનો માહોલ એકાએક માતમમાં ફેરવાઈ જતા પરિવારજનો સહિત પંથકમા ઘેરો શોક વ્યાપી જવા પામ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×